રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ઑગસ્ટ 2021 (10:19 IST)

ડાંગરિયા પાસે 3 યુવકોની લાશ મળી, પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ, પોલીસે શરૂ કરી તપાસ

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયા ગામમાં કાપડી વિસ્તાર નિવાસી 3 યુવકોની લાશ રસ્તાના કિનારેથી મળ્યા બાદ વિસ્તારોમાં હડકંપ મચી ગયો છે. ઘટનાસ્થળ પર એક બાઇક પણ મળી આવી હતી. ઘટના બાદ મૃતકના પરિવારજનો દ્વારા યુવકોની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ પોલીસે પ્રાથમિક તપાસ્માં અકસ્માતનો ગુનો ઘટનાની ગંભીરતા લેતાં આગળની તપાસ હાથ ધરી છે. 
 
દેવગઢ બારિયા તાલુકાના કાપડી વિસ્તારમાં રહેનાર યુવક યુસૂફ અયૂબ કમાલ શુક્લા (21), અકબર સતાર પટેલ (25) અને સમીર યાકુબ જેથરા (21)ની લાશ તાલુકાના ડાંગરિયા ગામના એક ઝાડ નીચેથી મળી આવી છે. ઘટના મોડી રાતની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સવારે જ્યારે લાશ મળી તો પરિવાર સહિત ગ્રામજનોની ભીડ જમા થઇ ગઇ હતી. ઘટનાની જાણકારી પોલીસને આપ્યા બાદ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી. ત્યારબાદ ત્રણેયની લાશનો કબજો લઇ પીએમ માટે રવાના કરી દીધી છે. 
 
આ દરમિયાન મૃતક યુવકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે ત્રણે યુવકોની હત્યા કરવામાં આવી છે. તો પોલીસ માનવું છે કે પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે યુવકોની હત્યા થઇ છે કે નહી. હાલ પોલીસે અકસ્માતનો કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે.