શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (16:27 IST)

રાજ્યસભાની ચૂંટણી બાદનું ગણિત શું કહે છે, 5 વાગે શરૂ થશે કાઉન્ટિંગ થ્રિલર

રાજ્ય સભાની ચૂંટણીનું મતદાન પૂરું થતાં ચૂંટણીમાં થયેલા મતદાનના આંકડા જોતા ભાજપમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની વિજય થશે. પરંતુ બલવંતસિંહ રાજપૂત બે મતે હારી જાય તેવી શક્યતા રહેલી છે. રાજ્યસભાની ચૂંટણીમાં આંકડાકીય ગણિત મુજબ વિધાનસભામાં કુલ 176 ધારાસભ્યો છે. તેમાં ભાજપના 121 મત છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 ગણાય છે.

એ જોતા જે ઉમેદવારોને 44 એકડા મળે તે વિજેતા બને. ભાજપના ગણિત મુજબ અમિત શાહને 46 એકડા, સ્મૃતિ ઈરાનીને 45 એકડા મળે જેમાંથી બાકી રહેલા 30 એકડા બલવંતસિંહ રાજપૂતને મળે. ભાજપના દાવા મુજબ એનસીપીના 2, જીપીપીનો એક, જેડીયુનો એક અને શંકરસિંહ સાથેના 7ની ગણતરી કરતાં 30 વત્તા 12 એટલે કે 42 એકડા બલવંતસિંહને મળે છે. અમિત શાહને મળનાર 4600 મતમાંથી જીત માટેના 4401 મત બાદ કરતાં 199 મત વધે. તે જ રીતે સ્મૃતિ ઈરાનીના 4500 મતમાંથી 4401 બાદ કરવામાં આવે તો 99 મત વધે. આમ અમિત શાહના 199 અને સ્મૃતિ ઈરાનીના 99 મત ગણતાં કુલ 298 મત વધે. તે મત બલવંતસિંહને મળતાં 4200માં 298 મત ઉમેરવામાં આવે તો 4498 મત બલવંતસિંહને મળે તેમાંથી જીત માટેના 4401 મત બાદ કરવામાં આવે તો ભાજપને 97 મત વધારાના મળે. ભાજપના ત્રણેય ઉમેદવારો વિજેતા બને. રાજ્યસભાના મતદાન દરમિયાન એનસીપીના એક ધારાસભ્ય અને જેડીયુના એક ધારાસભ્યએ કોંગ્રેસને મત આપ્યો હોવાથી બલવંતસિંહને 41 મત મળે તે જોતા બલવંતસિંહને મળનાર 4100 મતમાં અમિતશાહ અને સ્મૃતિ ઈરાનીના 298 મત ઉમેરવામાં આવે તો પણ બલવંતસિંહને 4398 મત મળે. એટલે કે બલવંતસિંહ બે મતે હારી જાય.