રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 જુલાઈ 2023 (16:22 IST)

સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને રાહત, કોર્ટે 7 વર્ષની સજા પર સ્ટે આપ્યો

Relief to Vipul Chaudhary in Sagardan scam case, court stayed 7-year sentence
Relief to Vipul Chaudhary in Sagardan scam case, court stayed 7-year sentence
સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને રાહત મળી છે કોર્ટે તેને સ્ટે આપ્યો છે. આ સિવાય 15 આરોપીની સજા પર સ્ટે આપ્યો છે. મહેસાણા સેસન્સ કોર્ટે 50 હજારના બોન્ડ પર જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મોટી રાહત મળતા 7 વર્ષની સજા ઉપર સેસન્સ કોર્ટે સ્ટે આપ્યો છે.

વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓની સજા ઉપર સ્ટે આપવામાં આવ્યો છે. તમામ આરોપીઓને 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીનમુક્ત કરવાનો હુકમ કર્યો છે. મહેસાણા સેસન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં કુલ 22 આરોપીઓ છે જે પૈકી ત્રણના મૃત્યુ થયા છે. 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા હતા અને વિપુલ ચૌધરીને કોર્ટે સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.