શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 16 જાન્યુઆરી 2023 (17:02 IST)

એક ટકા ધનાઢ્ય લોકો પાસે દેશની 40 ટકા સંપત્તિ છે- રિપોર્ટ

money salary
ભારતના એક ટકા ધનાઢ્ય લોકો પાસે દેશની કુલ સંપત્તિનો 40 ટકા ભાગ છે, જ્યારે નીચલા સ્તરની અડધી વસતી પાસે દેશની માત્ર 3 ટકા સંપત્તિ છે.
 
ઑક્સફૅમ ઇન્ડિયાના સોમવારે મળેલા રિપોર્ટ ‘સર્વાઇકલ ઑફ ધ રિચેસ્ટ’ અનુસાર, વર્ષ 2022માં દેશના 100 સૌથી ધનાઢ્ય લોકો પાસે 54.12 લાખ કરોડની સંપત્તિ છે, જ્યારે 10 સૌથી ધનાઢ્ય લોકો પાસે 27.52 લાખ કરોડની સંપત્તિ છે, વર્ષ 2021ની સરખામણીએ તેમાં 32.8 ટકાનો વધારો થયો છે.
 
આ સાથે જ ભારતમાં કુલ અબજોપતિની સંખ્યા પણ વધી ગઈ છે. વર્ષ 2020માં આ આંકડો 102 હતો, જે વધીને 2021માં 142 અને 2022માં 166 થઈ ગયો છે.
 
તેનાથી વિપરીત ભારતમાં 22.89 કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે, જે દુનિયામાં સૌથી વધુ છે.
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જો ટૅક્સને ગતિશીલ બનાવવામાં નહીં આવે, તો તેનાથી દેશમાં અસમાનતાઓ વધશે.”
 
ઑક્સફૅમ ઇન્ડિયાનું કહેવું છે કે, “ભારતમાં ટૅક્સના દર આવક પર આધારિત હોય છે, પરંતુ પરોક્ષ ટૅક્સ તમામ માટે સમાન હોય છે, તેની કમાણી જેટલી પણ હોય, તેમાં બદલાવ લાવવાની જરૂર છે.”