ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 જૂન 2023 (12:49 IST)

Cyclone in Gujarat Live - પોરબંદર અને જખૌ પર 10 નંબરનું સિગ્નલ, કંડલા બંદર ઉપર લાંગરેલા 9 જહાજોને ગલ્ફ ઓફ કચ્છમાં મોકલી દેવાયા

gujarat cyclone
અમરેલી જિલ્લાના દરિયા કાંઠે પવન સાથે દરિયો તોફાની 
gujarat cyclone
જાફરાબાદ બંદર પર 2 નંબર સિગ્નલ હટાવી 3 નંબર સિગ્નલ લગાવ્યું 
 
જાફરાબાદ પીપાવાવ પોર્ટ ઉપર 3 નંબર સિગ્નલ લગાવ્યું 
 
જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ વાવાજોડું આગળ વધી રહ્યું છે 
 
દરિયા કિનારે પવન ની સ્પીડ વધી રહી છે 
 
વાવાજોડાના કારણે દરિયા કિનારો પ્રભાવિત થઈ શકે છે

 
જામનગર શહેર અને જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના પગલે કોઈ જાનહાની સર્જાય, અથવા તો આપત્તિ જનક સ્થિતી બને, તો તેવી સ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફ અને એસફીઆરએફની બે ટીમોને જામનગર જિલ્લામાં મોકલી અપાઇ છે, અને જામનગર જિલ્લાના વહીવટી તંત્ર પાસે ટીમને સજજ બનાવીને તૈયાર રાખવામાં આવી છે.

જામનગર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના પગલે આપત્તિ જનક સ્થિતિ ને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જયારે રાજ્ય સરકાર દ્વારા આજે એન.ડી.આર.એફ. અને એસડી.આરએફની ૩૦ સભ્યો સાથેની ટુકડી ને મોકલવામાં આવી હતી, અને આ ટુકડીનું જામનગરમાં આગમન થઈ ગયું છે, અને જિલ્લાના વહીવટી તંત્ર સમક્ષ સાધન સામગ્રી સાથેની ટીમને તૈનાત માં રાખવામાં આવી છે. ડીપીએના અધ્યક્ષ એસ.કે. મહેતાએ વિવિધ વિભાગોના વડાઓ સાથે બેઠક યોજી સાબદા રહેવા સહિતની સૂચનાઓ આપી હતી. અરબી સમુદ્રમાં ઊભું થયેલું બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ત્રાટકશે તેવી આગાહીનાં પગલે ડીપીએ તંત્ર ભારે સતર્ક છે. પોર્ટ પ્રશાસને પોતાના ટગ, બાર્જ, ક્રાફ્ટ વગેરે સાધનો સુરક્ષિત જગ્યાએ લગાવી દીધા છે. દીનદયાળ પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, પોર્ટ અને રાજ્ય સરકારના સંકલન સાથે નિચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત જગ્યા ઉપર લઇ જવા ડીપીએની બસોને અનામત રાખવામાં આવી છે. આવા લોકોને રાજ્ય સરકારે નક્કી કરેલા શેલ્ટર હોમમાં લઇ જવામાં આવશે તેવું પી.આર.ઓ.એ ઉમેર્યું હતું.
biparjoy
biparjoy


હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે. બીજી તરફ, દ્વારકા,પોરબંદર, જામનગર, મુન્દ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર 10 નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. ત્યારે ગઈકાલે જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. ભારે તોફાનને કારણે દરિયાકાંઠા પરના પથ્થરો ઊછળીને બહાર આવ્યા હતા અને માછીમારોના દંગામાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. તો યાત્રાધામ હર્ષદમાં પણ બજારમાં દરિયાનાં પાણી ફરી વળ્યાં હતાં.