1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (12:08 IST)

રામલ્લાના દર્શન માટે સ્પેશિયલ ટ્રેન શરૂ

Ayodhya train from ahemdabad- રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામ લલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશ્યલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરાવી હતી સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો.
 
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ હવે કેન્દ્ર સરકારે રામલલાના દર્શન માટે ભક્તો માટે વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે. 200 આસ્થા અયોધ્યા વિશેષ ટ્રેનો દેશભરમાંથી અયોધ્યા સુધી દોડશે. જેમાં પશ્ચિમ રેલવેને 91 ટ્રેનો મળી છે અને દેશમાં સૌથી વધુ 88 ટ્રેનો ગુજરાતમાંથી દોડશે. ટ્રેનનું બુકિંગ શરૂ થતાં જ ગુજરાતીઓએ રામ લલ્લાના દર્શન માટે ટિકિટ બુક કરાવવાનું શરૂ કરી દીધું હતું.
 
રાત્રે સાબરમતી રેલવે સ્ટેશન રામમય બન્યું: અયોધ્યામાં રામલ્લાના દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ, CMએ લીલીઝંડી આપી 1400 શ્રદ્ધાળુઓને પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને બુધવારે રાત્રે 10 વાગ્યે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 
 
અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામલલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યો, પ્રભારી સંજય પટેલ સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.