નવરાત્રી પૂર્વે આવશે વાવાઝોડું!: અંબાલાલ
નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે જ્યારે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે. જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.
બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે?
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં ફરીથી એક નવી સિસ્ટમ સર્જાવાની છે અને તે ભારતના ભૂ-ભાગો તરફ આગળ વધવાની છે.
હજી સુધી તે સિસ્ટમ દરિયામાં આગળ વધીને ભારત તરફ આવશે તે દરમિયાન વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તેના વિશે હવામાન વિભાગે કોઈ માહિતી આપી નથી.
હવામાન વિભાગે કહ્યું છે કે 29 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાશે અને તે બાદ તે મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે.
હવામાન વિભાગનું કહેવું છે કે લૉ-પ્રેશર એરિયા બન્યા બાદ આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી શક્યતા છે. પરંતુ કેટલી મજબૂત બનશે કે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તે વિશે કોઈ માહિતી આપી નથી.