બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (15:38 IST)

સુરતમાં નકલી આઈપીએસ ઓફિસરની ધરપકડ

SURAT IPS OFFICER
સુરત પોલીસે આઈપીએસ અધિકારીનો સ્વાંગ લઈને બિલ્ડર અને રેસ્ટોરાંના માલિક સાથે લાખની છેતરપિંડી કરવાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરી છે. આ કેસમાં અદાલતે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

થકી બિલ્ડર અને રેસ્ટોરાંનો વ્યવસાય કરતા સમીર જમાદારની ઓળખાણ પ્રદીપ પટેલ સાથે થઈ હતી, જેણે પોતાની ઓળખાણ આઈપીએસ અધિકારી તરીકે આપી હતી.
 
ફરિયાદ મુજબ, પ્રદીપ પટેલે ગુજરાત ટુરિઝમની તોરણ હોટલમાં 30 ટકા ભાગીદારી અપાવવાની લાલચ આપીને ટુકડે-ટુકડે રૂ. 23 લાખ લીધા હતા. એ પછી કરાર કરવામાં ગલ્લાતલ્લા કર્યા હતા. જમાદારે પૈસા પરત માગતા રૂ. 12 લાખ પરત કર્યા હતા અને રૂ. 11 લાખ પછીથી આપવાનો વાયદો કર્યો હતો. અનેક દિવસો છતાં રકમ પરત ન મળતા સમીર જમાદારે સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
 
સુરત ગ્રામ્યના ડીવાયએસપી આર.આર. સરવૈયાને ટાંકતા અખબાર લખે છે કે પોલીસે નકલી પ્રદીપ પટેલ નકલી આઈપીએસ અધિકારીનો સ્વાંગ લેતા હોવાનું બહાર આવ્યું છે. તથા અન્ય કોઈ સાથે પણ ઠગાઈ થઈ હોય તો ફરિયાદ નોંધાવવા જણાવવામાં આવ્યું છે.