સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 9 એપ્રિલ 2022 (12:13 IST)

ગુજરાતના પાંચ શહેરોમાં 44 ડિગ્રીથી વધુ,ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો

રાજ્યના 5 શહેરોમાં શુક્રવારે 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે આગામી 2 દિવસ હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ તેમજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે મહત્તમ તાપમાન 43થી 45 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી શક્યતા છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અમરેલી સહિત અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ એટલે કે તાપમાન 41થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી 45.2 ડિગ્રી તાપમાન સાથે કંડલા એરપોર્ટ વિસ્તારમાં નોંધાઈ હતી.
 
અમદાવાદ 44 ડિગ્રીમાં શેકાયું
અમદાવાદમાં 44 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ તોડયો હતો. અમદાવાદમાં સામાન્ય રીતે મે માસમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતો હોય છે. પરંતુ આ વખતે એપ્રિલમાં જ ગરમી નવા રેકોર્ડ સર્જવાના મૂડમાં હોય તેમ જણાય છે. છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવું પ્રથમવાર બન્યું છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
 
રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર
ગુજરાતમાં શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં એપ્રિલ માસની ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી વિગતો પ્રમાણે, કંડલા એરપોર્ટ પર સતત બીજા દિવસે તાપમાન 45 ડિગ્રીથી વધુ અને અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર નોધાયું હતું. બીજી તરફ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ હજુ શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની શક્યતાઓ છે.