1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (09:37 IST)

ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં આજથી કામચલાઉ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી ગયું છે અને હવે અઠવાડિયામાં કોમર્સ અને આર્ટસનું પરિણામ જાહેર કરવામાં આવશે.પરિણામ જાહેર થતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આવતીકાલથી ગુજરાત યુનવિર્સિટીમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિદ્યા શાખાના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં કામ ચલાઉ પ્રવેશ પ્રકિયા શરૂ કરવામાં આવશે.

યુનિવર્સિટી ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષે શરૂ થનાર પ્રવેશની પ્રક્રિયા માટેની પ્રાથમિક માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. વિવિધ વિદ્યા શાખામાં કેન્દ્રીય ધોરણે મેરિટના આધારે ફક્ત ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા જ થશે. જે તે ફેકલ્ટીના પ્રવેશ માટે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિસ્તારના આધારે પ્રવેશ અંગેના હેલ્પ સેન્ટર રહેશે. પ્રવેશ માટે સંભવિત બેઠકો અનેં કોલેજોની યાદી માહિતી પુસ્તિકામાં પ્રસિદ્ધ કરવામાં આવશે. બોર્ડમાંથી ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓની સતાવાર માહિતી મળ્યા બાદ જ કાયમી પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓએ એડમિશન પોર્ટલ પર મૂકેલી માહિતી અનેં સૂચનાઓ વાંચતા રહેવું પડશે. જેથી નિયમિત માહિતી મળતી રહે. યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ પણ અમલ કરવાનો રહેશે.