રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 જુલાઈ 2019 (11:51 IST)

લ્યો બોલો! અત્યાર સુધી પીએમને મન ફાવે તેમ બોલ્યા હવે તેમનાથી પ્રભાવિત થઈને અલ્પેશે ભાજપ ભણી

ઠાકોર નેતા અલ્પેશ આજે સાંજે મુખ્ય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ભાજપમાં જોડાશે. અલ્પેશે ભાજપામાં જોડાતા પહેલાં એક વાતચીતમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં કપટ થયો, મોહભંગ થયો હવે ગરીબો માટે કામ કરવું છે, વડાપ્રધાનથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. અલ્પેશ ઠાકોરે જણાવ્યું, “મેં પછાત લોકોના વિકાસ માટે રાજનીતિ શરૂ કરી હતી. રાજ્યમાં એક જ પાર્ટીની સરકાર છે, અને લોકોની સાથે જોડાયેલી સરકાર છે. અમારી સાથે છળકપટ થયો કે મોહભંગ થયો અને પક્ષની અંદર જ અમે અનેક ષડયંત્રો થયા હતા. હવે ગરીબો માટે પછાતો માટે અનેક કામ કરવાના છે. ગામ, ગરીબ, શોષિત, વંચિતોના વિકાસ માટે હું ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. હું એવા વ્યક્તિત્વનો પ્રશંશક છું જે નાના ગામડાથી નીકળી અને દેશ-દુનિયામાં છવાઈ ગયા છે. ”અલ્પેશે વધુમાં જણાવ્યું “મારી ઠાકોર સેનાએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. પણ હું જે કૉમ્યુનિટી સાથે જોડાયેલો છું તેનના વિકાસ માટે 10-15 વર્ષ રાહ જોઈ શકું તેમ નથી. પહેલાં તો કોંગ્રેસને અમે સારા લાગતા હતા પરંતુ હવે અલ્પેશ ખરાબ થઈ ગયો. કોંગ્રેસમાં પાર્ટી માટે કોઈ લગાવ નથી. કોંગ્રેસ પાસે એક લોકસભાના બૂથમાં 500 એજન્ટ પણ નથી. એવામાં કોંગ્રેસ શું જીતવાની?”અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. તેમની સાથે 8-10 લોકો સાથે જોડાવા જઈ રહ્યા છે. આજે બપોરે અલ્પેશ સાથે 200 કારનો કાફલો કમલમમાં જશે. અલ્પેશે જણાવ્યું હતું કે હું ખૂબ મોટા પરિવારમાં જોડાવા જઈ રહ્યો છું. કોંગ્રેસ પર આક્ષેપો કરતા અલ્પેશે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં એક જ નેતાનું વર્ચસ્વ છે. કોઈ એક નેતાને ટિકિટ મળે તો આ વર્ચસ્વ વાળા નેતા તેના પાંચ માણસોને તેની સામે અપક્ષ લડાવી દે છે. આ સ્થિતીમાં સંગઠન જીતી શકતું નથી. ભાજપ શિસ્તબદ્ધ કેડર વાળી પાર્ટી છે, અમે લાંબા વિચારના અંતે આ નિર્ણય કર્યો છે.