સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2023 (19:04 IST)

રમવા ગયેલા બાળકનું મૃતદેહ ઘરે આવ્યું

animal war
ગુજરાતના અનેક શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. આ ઢોરનો શિકાર બને છે વૃદ્ધ લોકો અને માસુમ બાળકો. આવી જ  એક ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. 
 
સુરેન્દ્રનગરના નાના ટિંબલામાં બે આખલાઓની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. કમનસીબે આ આખલાંના યુદ્ધમાં એક બાળકી અડફેટે આવી ગઈ અને તેનું કરૂણ મોત નિપજ્યું. ઘાયલ થયેલી આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. સ્થાનિકો જિલ્લાનાં વહીવટી તંત્ર તરફ આક્રોશ અને શોકની લાગણી દર્શાવી રહ્યાં છે અને તાત્કાલિક આ સમસ્યાનો ઉપાય શોધવાની માગ ઊઠાવી રહ્યાં છે.