રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (12:43 IST)

કોલકાત્તામાં દૂષ્કર્મની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા, સિવિલ હોસ્પિટલોમાં રેસિડેન્ટ્સ ડોક્ટર્સની હડતાળ

doctor strike
doctor strike

કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે. જેમાં તબીબોએ ભેગા થઈ વિરોધ કર્યો છે. તેમજ આવતીકાલે દેશભરમાં IMAના ડોક્ટર્સની હડતાળ છે. જેમાં કલકત્તાની હોસ્પિટલમાં હુમલાને લઇ રોષ છે. IMAના ડોક્ટર્સ કામગીરીથી અળગા રહેશે. તેમાં OPD, સર્જરી સહિતની કામગીરીમાં જોડાશે નહિ.આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તેમાં આજે IMAની બેઠકમાં રણનીતિ કરવામાં આવશે.

દેશભરમાં કોલકાતાની દૂષ્કર્મની ઘટનાના આક્રોશ વચ્ચે ગાંધીનગર જીએમઇઆરએસના ડીનનો પત્ર સામે આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનીઓ તથા રેસિડેન્ટ ડોક્ટરોએ એકાંતમાં ન ફરવું જોઇએ. ફરજ દરમિયાન પરિચિત કે અન્ય કર્મીને સાથે રાખવા જોઇએ. રાત્રીના સમયે બહાર જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. બહાર જવું જરૂરી હોય તો પરિચિત વ્યક્તિને સાથે રાખવા સૂચના છે. અપરિચિત વ્યક્તિ કે શંકાસ્પદ કોઈ દેખાય તો ઉપરી અધિકારીને જાણ કરવા સૂચના છે. જેમાં કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે.અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં વિરોધ શરૂ થયો છે. ત્યારે OPD સહિતની કામગીરીથી તબીબો અળગા રહ્યાં છે. ઈમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા બંધ કરવામાં આવી છે. જેમાં તબીબોની સુરક્ષાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તમામ જગ્યાઓ પર આજે તબીબો કામથી અડગા રહી વિરોધ કરી રહ્યાં છે. રેસિડેન્ટ ડોક્ટર ડો સુષ્મીતાએ જણાવ્યું છે કે ગાંધીનગર જીએમઈઆરએસ કોલેજ તથા હોસ્પિટલમાં સુરક્ષા છે. પરંતુ ઘટના ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી ઘટના બને નહીં ત્યાં સુધી ખબર નથી હોતી કે ક્યાં ચૂક છે.
doctor strike
doctor strike

બીજે મેડિકલ ખાતે તબીબો ભેગા થઈ વિરોધ કરશે. જેમાં ઈમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા પર તબીબો કામથી અડગા રહેશે. તબીબી સેવાઓ OPD, વોર્ડ અને વૈકલ્પિક OT સહિત તમામ બિન ઇમરજન્સીથી દુર રહી વિરોધ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ટ્રેની મહિલા તબીબના રેપ વિથ મર્ડરના કેસ મામલે વિરોધ થઇ રહ્યાં છે. જેમાં તબીબોની સુરક્ષાની માગ સાથે વિરોધ કરાશે. ત્યારે મહિલા ડોક્ટર્સની સુરક્ષાને લઇ સવાલ ઉઠ્યા છે. તેમાં ગાંધીનગર મેડિકલ કોલેજના ડીને હાથ ઊંચા કર્યા છે. તેમાં ડો.શોભનાએ સુરક્ષાની જવાબદારી ડોક્ટરો પર ઢોળી છે. ડીને સર્ક્યુલર બહાર પાડી જવાબદારી ડોક્ટરો પર ઢોળી છે.