બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (09:15 IST)

ચાર મહાનગરો કરતાં પણ ગુજરાતના આ શહેરમાં સૌથી મોંઘુ છે પેટ્રોલ

દિવસે ને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. જેની માર જનતાના ખિસ્સા પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાતા રહે છે. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ 15.91 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 13.16 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. પેટ્રોલ ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. 
 
જો ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવની વાત કરવામાં આવે તો ક્રમશ અમદાવાદ 85.38, રાજકોટ 85.16, સુરત 85.39 અને વડોદરા 84.77 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે ત્યારે તેની સામે ગુજરાતના ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 87 રૂપિયા પ્રતિ લીટરને આંબવા આવ્યો છે. ભાવનગરમાં એક લિટરના રૂા.86.70 છે.
 
હાલના સમયમાં ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો અમદાવાદના બારેજા, વડોદરાના ધુમાડ અને રિલાયન્સ, જામનગર ખાતેથી આવે છે. આથી સ્વાભાવિક રીતે જ પરિવહન ખર્ચને લીધે રાજ્યના અન્ય શહેરો કરતા ભાવનગરમાં પેટ્રોલ સવા રૂપિયાથી પોણા બે રૂપિયા મોંઘુ મળે છે. 
 
તો બીજું અન્ય એક કારણ એ છે કે ભાવનગર શહેરમાં પહેલાં આઇઓસી અને ભારત પેટ્રોલિયમ કંપનીના ડેપો હતા. પરંતુ બાદમાં ભાવનગરમાંથી જેમ અન્ય ધંધા-રોજગાર અન્યત્ર ખસેડાતા ગયા તેમ આ ડેપો પણ બંધ થઇ ગયા. અન્ય મહાનગરોમાં મહાનગરોમાં ડેપો છે પણ ભાવનગરમાં નથી. જો ડેપો શરૂ થાય તો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઘટે અને પેટ્રોલ-ડિઝલ સસ્તા મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય મહાનગરોની તુલનામાં ભાવનગરમાં રોજગારીની તકો ખૂબ ઓછી છે. 
 
ભાવનગર શહેરમાં 2020ના વર્ષના આરંભે પેટ્રોલના એક લિટરનો ભાવ રૂા.68 હતો તે આજે એક વર્ષ બાદ વધીને 86 રૂપિયા થઇ ગયો છે આમ, કોદરોનાની મંદીના આ એક જ વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂા.18નો આસમાની વધારો થયો છે.
 
જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
પેટ્રોલ-ડીઝલની કિંમત તમે SMS ના માધ્યમથી પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને આ સુવિધા આપે છે. તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો રેટ આવી જશે. જે તમને IOC ની વેબસાઈટ પર પણ મળી જશે