1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (14:14 IST)

ગુજરાતમાં ભાજપનો વિકલ્પ કોણ છે? કોંગ્રેસ તો નહી, લોકો કઇ પાર્ટી સાથે જોડાશે?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વાત એ પણ છે કે ભાજપનો વિકલ્પ કોંગ્રેસ નહી પરંતુ આમ આદમી પાર્ટી છે. એટલે કે ત્રીજી શક્તિનો સુરજ ધીમે ધીમે ગુજરાતમાં વધી રહ્યો છે. ભાજપમાંથી ટિકીટમાંથી વંચિત ઉમેદવાર અને તેમના સમર્થક આમ આદમી પાર્ટીને મહત્વ આપી રહ્યા છે ના કે કોંગ્રેસને. 
 
ગુજરાતમાં મતદાતાઓને ક્યારેય ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત કોઇ પાર્ટીનું સમર્થન કર્યું નથી, પરંતુ હવે સમય આવી ગયો છે કે ભાજપ અને કોંગ્રેસ વિમુખ થયેલા મતદાતાઓનું આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે. જ્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતનો પ્રવાસ કર્યો, તો તેમને અમદાવાદ જેવા શહેરમાં સારી પ્રતિક્રિયા મળી. 
 
આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. આ પાર્ટી દિલ્હી, હરિયાણા અને પંજાબ બાદ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ પાર્ટી લોકોનું સમર્થન પ્રાપ્ત કરી રહી છે કારણ કે આ જાતિવાદને પ્રોત્સાહન આપતી નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પહેલાં ચૂંટણી લડી નથી, પરંતુ ચૂંટણી લડવાની તેમની પ્રતિભાને જુનૂન અતૂટ છે. 
 
ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત જો ગુજરાતમાં કોઇ પણ પાર્ટી હાવી છે, તો તે એનસીપી સંબંધિત છે. એનસીપીના ઉમેદવાર પણ વિધાનસભામાં ચૂંટાય છે, જોકે એનસીપી કોંગ્રેસનો એક ભાગ છે. પરંતુ આમ આદમી પાર્ટી એકદમ નવી છે અને તેમાં આમ આદમી પણ સામેલ થઇ શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પહેલીવાર દિલ્હીમાં ચૂંટણી લડી, તો તે ભાજપ અને કોંગ્રેંસના અસંતુષ્ટ ન હતા પરંતુ નવા ચહેરા હતા જે આગળ આવ્યા. આ સ્થિતિ ગુજરાતમાં થઇ રહી છે. 
 
જે ઉમેદવારોને છ મહા નગરપાલિકા, પાલિકા ને જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપ દ્રારા ટિકીટ મળી નથી. ટિકીટથી વંચિત અને તેમના સમર્થક આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે અથવા પાર્ટીના ઉમેદવારનું સમર્થન કરી રહ્યા છે. અમદાવાદ અને સુરતાં આમ આદમી પાર્ટીમં સામેલ થવાની ગતિ તેજ થઇ ગઇ છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને અસંતુષ્ટોને આમ આદમી પાર્ટીના રૂપમાં એક નવો વિકલ્પ મળી ગયો છે.