રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 જુલાઈ 2020 (20:18 IST)

રાજ્યમાં રેકોર્ડ 1026 નવા કેસ, 34ના મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 50 હજારને પાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1026 નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 50 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં વધુ 34 લોકોના મોત થયા છે. 744 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 36403 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 50465 પર પહોંચી છે.

આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 225, અમદાવાદ કોર્પોરેશનમાં- 187, સુરત -73, વડોદરા કોર્પોરેશનમાં-60 , રાજકોટ કોર્પોરેશન 45, દાહોદ 39, ભાવનગર કોર્પોરેશન 26, બનાસકાંઠા 25, સુરેન્દ્રનગર 21, પાટણ 20, ગાંધીનગર 19,નર્મદા 19, ગીર સોમનાથ 18, મહેસાણા 18, નવસારી 17, પંચમહાલ 17, ભરૂચ 16, જામનગર કોર્પોરેશન- 16, વડોદરા 15, ખેડા 14, રાજકોટ 13, વલસાડ 13, અમદાવાદ 12, ભાવનગર 12, ગાંધીનગર કોર્પોરેશન 12, કચ્છ 9, આણંદ 8, બોટાદ 8, અમરેલી 7, જૂનાગઢ 7, મહીસાગર 6, મોરબી 6,જૂનાગઢ કોર્પોરેશન -5, સાબરકાંઠા 5, જામનગર 4, તાપી 4, પોરબંદર 2, અરવલ્લી 1, ડાંગ 1 અને દેવભૂમિ દ્વારકામાં એક કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 34 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નિપજ્યું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 14, સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશન -5, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1 અને પાટણમાં 1 મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2201 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 11861 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વેલ્ટીલેટર પર છે અને 11779 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 36403 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,62, 682 ટેસ્ટ કરવામાં આવ્યા છે.