ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑગસ્ટ 2021 (12:22 IST)

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી ASI મહિલાનો પુત્ર બન્યો DSP,જોતાં માતાએ કરી સેલ્યૂટ તો પુત્ર આ રીતે કર્યું સન્માન

સોશિયલ મીડિયા પર હાલ એક ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં એક મહિલા એએસઆઇ જોવા મળી રહી છે તે ડીએસપીને સેલ્યૂટ કરી રહી છે. આ ફક્ત બંને અધિકારીઓની મુલાકાતનો ફોટો નથી. પરંતુ ફોટા જોવા મળી રહેલા બંને માતા અને પુત્ર છે. માતા ગુજરાત પોલીસમાં એએસઆઇ ના પદ પર છે જ્યારે મહિલાનો ડીએસપી બનીને પરત ફર્યો છે. માતાએ ખુશીથી પોતાના પુત્રને સેલ્યૂટ કર્યું તો પુત્ર પણ સન્માન આપ્યું. 
 
ફોટામાં જોવા મળી રહેલા અધિકારીનું નામ વિશાલ રબારી છે. આ ફોટો ગુજરત લોક સેવા આયોગના ચેરમેન દિનેશ દાસાએ શેર કર્યો હતો. આ ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. દિનેશ દાસાએ આ વિશે જાણકારી આપી હતી. 
 
ફોટો શેર કરતાં દિનેશ દાસાએ લખ્યું હતું, 'એક એએસઆઇ માતા પોતાના ડેપ્યુટી એસપી પુત્ર, વિશાલને જોવાની આનાથી સંતોષજનક ક્ષણ બીજે શું હોઇ શકે. માતા પુત્ર માતાને સામે પરત સલામી આપી રહ્યો છે. આ સલામી માતાના વર્ષોની પ્રતિબદ્ધતા અને સમર્પિત માતૃત્વ સાથે સાથે ખૂબ પ્રેમ છે. જીપીએસસી આ ફોટાને પરફેક્ટ માને છે. 
 
તાજેતરમાં જ ડેપ્યુટી એસપીના પદ પર તૈનાત વિશાલ માટે પણ ગૌરવની વાત હતી તો તેમણે જીપીએસસીના ચેરમેનને જવાબ આપતાં લખ્યું, 'ધન્યવાદ સર. તમારા સ્નેહપૂર્ણ શબ્દો માટે ખૂબ ખૂબ આભાર. ઘણો બધો શ્રેય તમને પણ જાય છે સર. જો એક વર્ષમાં પરીક્ષા ન થાત તો આવું બિલકુલ ન થાત. 
 
વિશાલની સફળતા પણ ટ્વિટર પર યૂઝર્સની પ્રતિક્રિયા આવી છે. તમામે વિશાલને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી છે. વૈશાલી રાવ નામની યૂઝરે આ કોમેન્ટ કરતાં લખ્યું 'વિશાલ અમારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઇશ્વરને પ્રાર્થના કરીએ કે તમે પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો. એક દિવ આવશે જ્યારે તમારી બહેન પર તમને સેલ્યૂટ કરશે.' 
 
ટ્વિટર યૂઝર રોનક આહીર લખે છે 'જ્યારે હું છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારી સ્કૂલમાં દોડ લગાવવા આવતા હતા. આજે ઘણા લાંબા સમય બાદ ડીસપી બની ગયા છે. જોઇએ ખૂબ ખુશી થાય છે.