શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

Valentine Tips - પાર્ટનરને પહેલીવાર આઈ લવ યૂ ક્યારે બોલવુ જોઈએ ?

સંબંધ ભલે કેટલો પણ ઊંડો કેમ  ન હોય પોતાના પાર્ટનર સાથે ડગ માંડીને ચાલવુ અને પોતાના સંબંધને નવી ઓળખ આપવી કપલ માટે ખૂબ મુશ્કેલ હોય છે.  પણ તેનાથી પણ વધુ મુશ્કેલ એ જાણવુ કે તમારા પાર્ટનરને પહેલીવાર આઈ લવ યૂ ક્યારે અને કેવી રીતે બોલશો 
 
જો કે આપણે પરિવાર સહિત આપણા બધા મિત્રોને પ્રેમ કરીએ છીએ પણ કોઈ વ્યક્તિ સાથે પ્રેમમાં હોવાનો અહેસાસ ખૂબ જ અલગ અને ખૂબસૂરત હોય છે. તેનાથી પણ વધુ ખુશી પોતાના બોયફ્રેંડ કે ગર્લફ્રેંડને પહેલીવાર આઈ લવ યૂ બોલવા પર હોય છે. 
 
પણ જો તેણે તમને આઈ લવ યૂ ના જવાબમાં થેંકયૂ કે નોટ ઈંટરેસ્ટેડ બોલી દીધુ તો હોઈ શકે કે તમારુ દિલ તૂટી જાય. તેથી તમારે માટે એ જાણવુ ખૂબ જ જરૂરી છે કે તમારા પ્રેમને પહેલીવાર આઈ લવ યૂ બોલવા માટે યોગ્ય સમય શુ છે. 
 
એક્સપર્ટનુ કહેવુ છે કે આમ તો પહેલીવાર કોઈ વ્યક્તિને આઈ લવ યૂ કહેવા માટે કોઈ ખાસ સમય નથી હોતો. જ્યારે તમને એહસાસ થવા માંડે કે જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો તેના દિલમાં પણ તમારે માટે પ્રેમની ભાવના છે તો સમય જોયા વગર કે કોઈ વિચાર કર્યા વગર એ વ્યક્તિને આઈ લવ યૂ બોલી શકો છો.