રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2019 (11:26 IST)

ત્રણ તલાક બિલ પાસ થયાને દિવસે જ અમદાવાદની મહિલા બની ત્રણ તલાકનો ભોગ

અમદાવાદ: એક બાજુ રાજ્યસભામાં ત્રિપલ તલાક રદ કરવાનું બીલ પાસ થઈ ગયુ છે ત્યારે અમદવાદમાં જ રીલીફ રોડ વિસ્તારમાં રહેતી મહિલાને તેના પતિએ ત્રણ વાર તલાક કહીને ઘરમાંથી કાઢી મુકવાનો બનાવ સામે આવ્યો છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશન ખાતે સનાબાનું નામની મહિલાને તેના પતિએ પિયરમાંથી 20 હજાર રૂપિયા મંગાવાનું કહ્યુ હતું, પરંતુ તેણે ઘરેથી પૈસા મગાવવાની ના પાડી હતી. આ ઘટના બાદ સના બંને બાળકીઓને લઇને તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. થોડા સમય બાદ સનાનો પતિ તેના ઘરે આવ્યો હતો અને ત્રણ વાર તલાક... તલાક... તલાક... બોલી સનાને ત્રિપલ તલાક આપીને જતો રહ્યો હતો. ત્યારે પતિ દ્વારા તલાક આપતા સનાએ કેરોસીન પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહિલાની હાલત ગંભીર છે, અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પરણિતાએ પોતાના પતિ અને સાસરીયાવાળા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે, આ મહિલાને લગન થયે પાંચ વર્ષ થયા છે અને તેને બે બાળકીઓ પણ છે. મહિલા એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેનો પતિ કોઈ પણ કામ ધંધો કરતો નથી અને અવાર નવાર તેને પીયરમાંથી પૈસા મંગાવવા માટે જણાવતો હતો.
 પરંતુ સનાએ તેની માગણીનો ઇન્કાર કરતા તેના પતિએ પહેલા તો બાળકીઓને માર માર્યો હતો. ત્યારબાદ તેની પત્નીને માર માર્યો હતો.