સમર્પણ હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરીઃ 3 ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે

Last Modified મંગળવાર, 30 જુલાઈ 2019 (16:13 IST)
રાજ્યમાં અવાર નવાર આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આજે એક હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. અમદાવાદના થલતેજમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. હોસ્પિટલમાં આગની ઘટના બનતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. આગને કાબૂમાં લેવા માટે 3 ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આગના પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથધરવામાં આવી હતી.


ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર  કાબુ મેળવ્યા હતા. પ્રાથમિક તબક્કે વીજળીના મિટરમાં કોઇ ખામી સર્જાતા આગ લાગી હોવાનું માલુમ પડે છે.નીચે આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં 4 બાળ દર્દીઓ હતા. જો કે, હોસ્પિટલના સ્ટાફે તમામને જ્યાં આગ લાગી હતી ત્યાંથી જ સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા હતા. હોસ્પિટલ સુધી આગ ન ફેલાય તે માટે તાત્કાલિક બધા કાચ તોડી નાંખ્યા હતા.
આ પણ વાંચો :