મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: વોશિંગટન. , ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (10:22 IST)

Facebook, ટ્વિટર અને ઈંસ્ટાગ્રામે ડોનાલ્ડ ટ્રંપને કર્યા બ્લોક, આપી આ ચેતાવણી

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી ખેંચતાણ ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ  (Donald Trump)ના સમર્થકોએ વ્હાઈટ હાઉસ અને કૈપિટોલ હિલ્સની બહાર જોરદાર હંગામો કર્યો. જયારબાદ સંકુલને લોકડાઉન કરી દેવામા આવ્યુ. કૈપિટોલની અંદર આ જાહેરાત કરવામાં આવી કે બહારી સુરક્ષાના સંકટને જોતા કોઈપણ વ્યક્તિ કૈપિટોલમાંથી બહાર કે તેની અંદર નથી જઈ શકતો.  બીજી બાજુ ટ્વિટર (Twitter) એ ટ્રંપના કેટલાક ટ્વિટ્સ હટાવવાની સાથે જ 12 કલાક માટે તેમનુ હૈડલ સસ્પેંડ કરી દીધુ. ટ્વિટરના આ એક્શન પછી ફેસબુક અને ઈંસ્ટાગ્રામે પણ તેમના પર 24 કલાકનુ બૈન લગાવી દીધુ.