સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી: , ગુરુવાર, 23 એપ્રિલ 2020 (11:17 IST)

જિયો-ફેસબુક ડીલ પછી મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

સોશિયલ મીડિયાના દિગ્ગજ ફેસબુકે મુકેશ અંબાણીની માલિકીવાળી રિલાયન્સ જિયોમાં 9.99 ટકા શેર ખરીદ્યો. આ માટે ફેસબુકે .5.7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે, જે રિલાયન્સ જિયોમાં લગભગ, 43,574 કરોડ રૂપિયા છે. આ ડીલથી મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે અને તેમણે ચીનમાં અલીબાબાના સંસ્થાપક જૈક મા ને પાછળ છોડી દીધા છે.
 
મુકેશ અંબાણીએ જૈક માને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ મેળવ્યું છે અને આ ફેસબુક-જિયો ડીલ પછી બન્યું છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં ગઈકાલે 4 અરબ ડોલરનો વધારો થઈ ગઈ છે અને તે વધીને 49 અરબ થઈ ગઈ છે. આ રીતે જૈક મા કરતા તેમની સંપત્તિ   3 અબજ ડોલર વધી ગઈ છે.
 
મંગળવાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટો ઘટાડો થયો હતો અને આ 14 અબજ ડોલર સુધી ઘટી ગઈ હતી અને જેક માની સંપત્તિમાં 1 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.
 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બુધવારે ઉછાળો
 
ટેક દિગ્ગજ ફેસબુક સાથેના સોદાના સમાચાર પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બુધવારે તીવ્ર ઉછાળો નોંધાયો હતો અને  એક સમયે તો 11 ટકાના વધારા સાથે રૂ .1375 પર વેપાર કરી રહ્યો હતો. કારોબારના અંતે આરઆઇએલના શેર 9.83 ટકા વધીને રૂ .1359 પર બંધ એક માત્ર ગઈકાલના જ સમયગાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 90,000 કરોડ રૂપિયા વધ્યું હતું.