ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 જુલાઈ 2022 (15:08 IST)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જુલાઈના રોજ ગુજરાત આવશે, સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપનું લોંચિંગ થશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી ગુજરાત આવશે. તેમાં 23 જુલાઈના રોજ અમિત શાહ ગુજરાત આવશે. તથા અમિત શાહ પોલીસની ઓનલાઈન સેવાઓ શરુ કરાવશે. તેમજ સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપનું લોંચિંગ થશે. તેમાં નાગરિકો ઘેર બેઠા જ ફરિયાદ લખાવી શકશે. તેમજ સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપમાં અન્ય સેવાઓ આવરી લેવામા આવશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 અને 29મી જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ હિંમતનગરમાં સાબર ડેરી અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તદ્ઉપરાંત સપ્તાહના અંતે 23 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર સ્થિત પોલીસ ભવનથી રાજ્ય સરકારના ઈ- FIR પ્રોજેક્ટનું લોન્ચ કરશે.સાબરકાંઠામાં સાબર ડેરીના અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટના લોકાપર્ણ- ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન મોદી અગાઉ ગત સપ્તાહે આવવાના હતા. પરંતુ, ગુજરાતમાં ભારે વરસાદને કારણે 15- 16 જુલાઈનો પ્રવાસ મુલતવી રાખાયો હતો. હવે તેઓ 28 અને 29 જુલાઈના રોજ ગુજરાત આવશે તેમ સત્તાવારપણે જાહેર કરાયુ છે. વડાપ્રધાનની મુલાકાત પૂર્વે ગૃહમંત્રી અમિત શાહ 23 જુલાઈને શનિવારે ગુજરાત આવી રહ્યા છે. તેઓ લગભગ 10 વર્ષ પછી પોલીસ ભવનની મુલાકાત લેશે.શનિવારની આ મુલાકાત દરમિયાન તેઓ ગુજરાત સરકારના ઈ- FIR પ્રોજેક્ટનુ લોકાપર્ણ કરશે. તદ્ઉપરાંત તેમના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરના કલોલમાં પણ વિવિધ યોજનાઓના લાભાર્થીઓના વિતરણ, લોકાપર્ણ અને ખાતમૂર્હતનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. સિટિઝન પોર્ટલ અથવા સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ (પોર્ટલ) ગૃહમંત્રીને હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. તેના ઝડપી અમલ માટે ગૃહ વિભાગે રાજ્યના તમામ IPS, નાયબ પોલીસ અધિક્ષકને સ્કૂલ, કોલેજ, ઉદ્યોગિક, કોર્પોરેટ ગૃહો સહિતના એકમોમાં નાગરિકોને સમજણ કેળવવા 700થી વધુ ગ્રુપ મિટિગનું આયોજન કર્યુ છે. જેના મારફતે 10 લાખથી વધુ મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરાવાશે.