શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 મે 2022 (16:31 IST)

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે, સહકાર સંમેલનમાં PM મોદી સાથે એક જ સ્ટેજ પર દેખાશે

amit shah
કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી તથા સહકારીતા મંત્રી અમિત શાહ આગામી 28 અને 29 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 28મીના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ પણ સહકાર સંમેલનમાં હાજરી આપવાના છે.ગુજરાતભરની સહકારી સંસ્થાઓના ભાજપના હોદ્દેદારોને એક છત્ર હેઠળ લાવીને 28મી મેએ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં ખાતે મહાસંમેલનમાં યોજાઈ રહ્યું છે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને ઉપસ્થિત હશે. એવામાં લાંબા સમય બાદ બંને નેતાઓ એક જ સ્ટેજ પર ફરી સાથે જોવા મળશે. સંમેલનમાં ગુજરાતની તમામ નાની-મોટી સહકારી સંસ્થાના ભાજપના ડિરેક્ટર્સને આ હાજર રહેવા આમંત્રણ અપાયું છે. આઝાદી પછી પહેલીવાર ગુજરાતમાં એક પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં સહકારી સંસ્થાઓનું મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિશ્વકક્ષાના બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે.28મે શનિવારના રોજ PM મોદી સવારે ગાંધીનગરમાં સહકાર સંમેલનને સંબોધશે. ત્યાર બાદ સાંજે તેઓ આટકોટની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ આટકોટ પાસે બનેલી અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પાટીદાર ટ્રસ્ટ દ્વારા બનાવાયેલી 200 બેડની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને ખુલ્લી મુકશે. ઉપરાંત પીએમ મોદી બે લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે.