રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ, , શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (15:20 IST)

અજાણ્યા શખ્સોએ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને મારી નાંખવાની ધમકી આપી

Unknown persons threatened to kill Karni Sena president Raj Shekhawat
Unknown persons threatened to kill Karni Sena president Raj Shekhawat

- પાંચમી માર્ચ સુધીમાં જાનથી મારી નાખવાની ધમકી
- ધમકી મળ્યાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી 
- કરણી સેનાની વિઠ્ઠલપ્લાઝા હરિદર્શન પાસે આવેલી ઓફિસના નંબર પર સતત ધમકી
 
 કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને અજાણ્યા શખ્સોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. અજાણ્યા શખ્યોએ તેમને જાનથી મારી નાખીશું એવો કોલ કર્યો હતો. ત્યાર બાદ આ ધમકી મળ્યાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અજાણ્યા શખ્સો દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે તેવી ફરીયાદ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.કરણી સેનાની વિઠ્ઠલપ્લાઝા હરિદર્શન પાસે આવેલી ઓફિસના નંબર પર સતત ધમકી મળી હતી. 
 
કોલ કરીને મારી નાંખવાની ધમકીઓ આપી ગંદી ગાળો અપાઈ
કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને ગત 18મી જાન્યુઆરીના રોજ કોઇ અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોઇ ઓફિસમાં કોલ કરીને પાંચમી માર્ચ સુધીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ તેમને 27મી જાન્યુઆરીએ કોલ કરીને મારી નાંખવાની ધમકીઓ આપી ગંદી ગાળો બોલવામાં આવી હતી. નરોડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.