1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (12:40 IST)

વડોદરા ઢળતા સુરજ સાથે સેલ્ફી લેવા જતાં 2 વિદ્યાર્થી કેનાલમાં ખાબક્યા, 1નો બચાવ

drowned
આજકાલ યંગસ્ટર્સથી માંડીને આબાલવૃદ્ધમાં સેલ્ફીનો ક્રેજ વધી ગયો છે. લોકો સેલ્ફી ઘેલાં બન્યા છે. ત્યારે રવિવારે વડોદરામાં સેલ્ફી લેવા જતાં બે કિશોરો કેનાલમાં ખાબક્યા હતા. 
 
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના છાણી ટીપી 13 નજીક આવેલી નર્મદા કેનાલ પર સાઇકલિંગ કરવા નિકળેલા બે વિદ્યાર્થીઓ આથમતા સુરજ સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં કેનાલમાં પડી ગયા હતા. જેમાં એક વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો છે જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે દેવ મોરે (ધોરણ 12) અને પ્રભદેવ સિંહ (ધોરણ 11) બંને મિત્રો રવિવારે સાઇકલિંગ કરવા નિકળ્યા હતા. ત્યારે ઢળતા સુરજ સાથે સેલ્ફી લેવા માટે કેનાલની પાળ પર ચઢ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે કાર નિકળતાં બંને ડરી ગયા હતા અને કેનાલમાં ખાબકી ગયા હતા. તેમને ડૂબતા જોઇને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પ્રભદેવસિંગને બચાવી લીધો હતો, જ્યારે દેવ મોરેનો પત્તો લાગ્યો ન હતો.