શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 12 નવેમ્બર 2021 (11:55 IST)

ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, પતિ, પત્ની સહિત 3ના ઘટના સ્થળે મોત

વલસાડના ભિલાડ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ભિલાડ નજીક કનાડુ ગામના દંપતિનું મોત થયું છે. તેમજ અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કનાડુ ગામના મુકેશભાઈ નામનો વ્યક્તિ પોતાની પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતો ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં પતિ અને પત્ની બન્નેનું મોત થયું છે.આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ પર ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.