રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 ડિસેમ્બર 2022 (22:13 IST)

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વિવાદ વકર્યો, VHPએ રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યાં

Vadodara's MS University, Controversy over Namaz, Reciting Ramdhun and Hanuman Chalisa
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ધર્મના નામે વિવાદ વકર્યો છે. કોમર્સ ફેકલ્ટી ખાતે પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીએ આજે કેમ્પસમાં જ નમાઝ પઢી હતી, જેને લઈને હોબાળો મચી ગયો છે. ઘટનાને પગલે યુનિવર્સિટીનો વિજિલન્સનો સ્ટાફ તેમજ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ ઘટના કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ હાયર પેમેન્ટ યુનિટની પાછળના ભાગે બની હતી.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ યુનિટ બિલ્ડિંગ પાસે આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટ પાસે યુવક અને યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવી હતી.એમ.એસ.યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી દ્વારા નમાઝ પઢવામાં આવ્યા બાદ હવે મામલો ગરમાયો છે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એમ.એસ.યુનિવર્સિટીમાં રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સૂત્રોચ્ચારો કરતાં કરતાં એમ.એસ. યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરની ઓફિસ ખાતે પહોંચ્યા છે.બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. એમ.એસ.યુનિવર્સિટીના પી.આર.ઓને રજૂઆત કરી હતી કે આવી રીતે જાહેરમાં નમાઝ પઢવામાં આવે છે એ અંગે કાર્યવાહી કરવામાં આવે, જેના ઉત્તરમાં પીઆરઓએ પણ નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરીશું, તેઓ જવાબ આપ્યો હતો.એમ.એસ.યુનિવર્સિટીના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ફેકલ્ટી ઓફ કોર્મસમાં એસવાયબીકોમની મીડ સેમેસ્ટરની પરીક્ષા હાલ ચાલુ છે. એ દરમિયાન યુનિટ બિલ્ડિંગ ઉપર પાછળના ભાગે કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા, જેથી વિજિલન્સની ટીમના ધ્યાનમાં આવતા તેમને સમજાવીને ત્યાંથી ઉભા કરીને રવાના કરવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટના બનતાં યુનિવર્સિટી દ્વારા આવા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરશે અને યુનિવર્સિટીએ શૈક્ષણિક ધામ છે અને આ ધામમાં વિદ્યાર્થીએ કેવી રીતે વર્તવુ જોઈએ અને અભ્યાસ અર્થે અહીં આવ્યા છે. પોતાનો અભ્યાસ પૂર્ણ કરે અને પ્રગતિ કરે એ પ્રકારે તેમનું કાઉન્સેલિંગ કરી, માર્ગદર્શન આપીને તેમને સમજાવવાનો યુનિવર્સિટી દ્વારા પ્રયાસ કરવામાં આવશે.