સોમવાર, 9 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (15:46 IST)

ગુજરાત સરકારે નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી, જાણો શું છે આ નીતિમાં

ગુજરાતની રૂપાણી સરકારે સફળ શાસનનાં પાંચમા વર્ષમાં પ્રવેશ કરતાં નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી છે. નવી ઉદ્યોગ નીતિની જાહેર કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવા નવી ઉદ્યોગ પોલિસી પણ મદદરૂપ થશે.સરકારની સિદ્ધિઓ ગણાવી હતી અને એ પણ જણાવ્યું હતું કે કોરોના કાબૂમાં આવ્યા પછી વાઈબ્રન્ટ સમીટ અંગે નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છેકે, ચીનમાંથી બહાર નીકળતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં આકર્ષવા માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં જાપાનની 4, અમેરિકાની 3, જર્મની અને ઇંગ્લેન્ડ સાથે 1-1 બેઠક મળી છે. નવી પોલિસીમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા મોટાભાગના સૂચનોના સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારથી GST લાગૂ કરવામાં આવ્યો ત્યારથી નેટ SGST પ્રમાણે વળતર આપવામાં આવતું હતું, હવે નવી ઉદ્યોગ પોલિસીમાં SGSTના વળતરોને ડિ-લિંક એટલે કે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. હવે મોટા ઉદ્યોગોને ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(FCI)ના 12 ટકાના ધોરણે રોકડ રકમ અપાશે. વૈશ્વિક રોકાણોના વલણો, ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત, એક્સપોર્ટ્સ, ભારત સરકારની પોલિસીઓ, નીતિ આયોગ વગેરેને ધ્યાનમાં રાખીને 15 થ્રસ્ટ સેક્ટર્સની પરિકલ્પના કરવામાં આવી છે. આ થ્રસ્ટ સેક્ટર્સને કોર સેક્ટર્સ અને સનરાઇઝ સેક્ટર્સમાં વિભાજિત કરવામાં આવ્યા છે.