શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 9 એપ્રિલ 2024 (08:51 IST)

Weather news- હવામાનની આગાહી માવઠાની શક્યતા અને પ્રી માનસૂન એક્ટિવ થશે

rain in gujarat
Weather updates gujarat- હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 12 અને 13 એપ્રિલે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને પ્રિ-મોન્સુન એક્ટિવિટી થશે. 12 એપ્રિલે નવસારી, વલસાડ અને સુરતમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે 13 એપ્રિલે કચ્છ, બનાસાકાંઠામાં માવઠાની શક્યતા છે.

10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ 
10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે. તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે.
અમદાવાદનાં હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 12 થી 15 એપ્રિલ ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. 

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં આવતા 3 થી 4 દિવસ સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓ ચાલુ રહી શકે છે. તે જ સમયે ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 4 થી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 
 
20 એપ્રિલ બાદ રાજ્યમાં ફરીથી આકરી ગરમી પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 26 એપ્રિલ સુધીમાં રાજ્યમાં ગરમીનો પાર 43 ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી કરી છે.  12 થી 18 એપ્રિલથી રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે. માવઠાને  કારણે ગરમીમાં ઘટાડો થવાનું જણાવ્યું હતું.