શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 માર્ચ 2020 (13:10 IST)

Weather Report- આ ઉનાળામાં ગરમીનો પારો કેટલા ડિગ્રી પહોંચી શકે છે? હવામાન વિભાગે શું મોટી કરી આગાહી

હાલ ગુજરાતમાં બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે દિવસે ગરમી અને રાતે ઠંડી લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગરમી પહેલા આગાહી કરી છે કે, ચાલુ વર્ષે ઉનાળો કેવો રહેશે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ વખતે ગરમીનો પારો કેટલે પહોંચશે તે પણ જણાવ્યું હતું.

હવામાન વિભાગે આ વખતે ગરમી સામાન્ય કરતા વધુ રહેવાની ભારે આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન આ વખતે તાપમાન અડધાથી એક ડિગ્રી સુધી વધુ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. દક્ષિણના રાજ્યોમાં ગરમીનું સામાન્ય તાપમાન જળવાઈ રહેશે. હવામાન વિભાગે ગુરૂવારે માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન ગરમી અંગેનું આ અનુમાન જાહેર કર્યું છે.

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ઉનાળો આકરો રહેશે તેવું અનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દર વર્ષની સરખામણીએ આ વખતે શરૂઆતથી જ અડધાથી એક ડિગ્રી જેટલો તાપમાનનો પારો ઉંચો રહેશે. જેના કારણે હીટવેવનો અહેસાસ પ્રમાણ વધતા ચામડી દઝાડતી ગરમીનો વર્તારો જોવા મળશે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે.

હવામાન વિભાગે સિઝનલ આઉટ લુક મુજબ જણાવ્યું છે કે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં આગામી ત્રણ મહિનામાં સામાન્ય કરતા એક ડિગ્રી ગરમી વધુ રહેશે.  ઉનાળો શરૂ થાય તે પહેલા જ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વખતે ગરમી વધુ સહન કરવી પડશે. માર્ચ મહિનાથી લૂ લાગવાના કેસમાં વધારો જોવા મળશે. જ્યારે મે મહિનામાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. મહત્વની વાત છે કે, ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો પારો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે.