શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 18 સપ્ટેમ્બર 2022 (11:36 IST)

નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે?

આ વર્ષે નવરાત્રીની શરૂઆત 26મી સપ્ટેમ્બરના રોજ થવાની છે અને જે બાદ નવ દિવસ સુધી રાજ્યભરમાં તેની ઉજવણી થશે.
 
હવામાનવિભાગે બે અઠવાડિયાંનું વરસાદનું જે અનુમાન જાહેર કર્યું છે, તે પ્રમાણે રાજ્યમાં 26 સપ્ટેમ્બરની આસપાસથી જ વરસાદ ફરી શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
જોકે, આ આંકડાકીય મૉડલ પર આધારિત આગાહી છે, જે આવનારા દિવસોમાં વાતાવરણમાં થનારા ફેરફારની સાથે બદલાઈ પણ શકે છે.
 
જે બાદ ત્રણ દિવસ સુધી એટલે કે 29 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે.
 
હવામાનવિભાગના ફૉરકાસ્ટ મૉડલ પ્રમાણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
રાજકોટ, જામનગર, સુરત, વડોદરા, ભરૂચ, વલસાડ સહિતનાં શહેરોમાં પણ કદાચ વરસાદ પડી શકે છે.
 
હવામાનવિભાગે જાહેર કરેલા ફૉરકાસ્ટ પ્રમાણે નવરાત્રીમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
 
જોકે, બંગાળની ખાડીમાં બનવા જઈ રહેલી સિસ્ટમ કેટલી મજબૂત બનશે અને કઈ તરફ આગળ વધશે તેના પર તમામ આધર રહેલો છે.