રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 નવેમ્બર 2018 (17:36 IST)

રોજગારી માટે 150થી વધુ આદીવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પરિસર માથે લીધું

સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગારી મળે તે માટે આજે 150થી વધુ યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર છોડીને જતા રહેવા સ્થાનિક લોકોએ જણાવી દીધુ હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઇ હતી. અને મામલો શાંત પાડવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં નોકરી માટે સ્થાનિક આદિવાસી લોકોની અવગણના કરવામાં આવી રહી છે. જેથી આજે 150થી વધુ સ્થાનિક આદિવાસી યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રવેશ કર્યો હતો. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં નોકરી આપવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ યુવાનોએ સુત્રોચ્ચારો કરીને પ્રવાસીઓને પરિસરમાંથી બહાર નીકળી જવા માટે જણાવી દીધુ હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પહોંચી ગઇ હતી. અને મામલો શાંત પાડવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા.

સ્થાનિક આગેવાન નરેશ તડવીએ જણાવ્યું હતુ કે, અમારા 6 ગામના લોકોને રોજગરી આપવાની વાત કારી હતી. પરંતુ આ લોકો ખાનગી એજન્સીઓને કામ સોંપી તેઓ બહારથી કર્મચારી લાવે છે, જે ખોટું છે. જો સ્થાનિકોને રોજગરી નહીં આપો વળતર નહીં આપો, જમીનો નહીં આપો, તો અમે કોઇપણ પ્રવાસીઓને અંદર નહીં આવવા દઈએ. આ બાબતે પ્રાંત અધિકારી એ.ડી.ભગતે જણાવ્યું કે, હાલ 6 ગામના લોકોમાં જે બેરોજગારી છે, તેમનું લિસ્ટ મંગાવ્યું છે. 3 ગામોનું આવી ગયું છે અને જે બાકીના ગામો છે તેમનું લિસ્ટ તૈયાર થાય છે. મિટીંગ કરી તમામને સમાવવામાં આવશે.