બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 16 ઑક્ટોબર 2008 (13:03 IST)

પીએફ કાંડની તપાસ સીબીઆઈ કરશે

સમગ્ર દેશને હચમચાવી મુકનાર કરોડોનાં યુપી પીએફ કાંડનાં સંદર્ભમાં કોઈ જજ સામે કેસ દાખલ કરવામાં આવ્યો નથી તેવા ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા કે.જી.બાલાકૃષ્ણનનાં વિધાન બાદ સુપ્રિમ કોર્ટે આજે જણાવ્યું હતું કે ગેરરીતિ આચરનાર નીચલી કોર્ટનાં જજોને સેવામાંથી નિવૃત્તિ આપી દેવી જોઈએ.

પ્રાપ્ત અહેવાલ મુજબ સુપ્રિમ કોર્ટે તમામ રાજ્યોની હાઈકોર્ટોને પત્ર મોકલીને જણાવી દીધું છે કે સુપ્રિમ કોર્ટનાં એક ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશોને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના હેઠળ નિવૃત્ત કરી દેવાના પત્રો તમામ રાજ્યોની ઉચ્ચ અદાલતોને મોકલી દેવામાં આવ્યાં છે.

આ બાબત મુખ્ય ન્યાયમૂર્તિએ દાગી જજોનાં અંગે કરેલા વિધાનનાં એક મહિના બાદ બની છે. એક મહિના પૂર્વે મુખ્ય ફરીયાદ નોંધાઈ નથી.
23 સપ્ટેમ્બરનાં રોજ સુપ્રિમ કોર્ટે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી. જે તપાસ ચાલી રહી છે. આ તપાસનો રીપોર્ટે ત્રણ મહિનામાં સોંપવાનો રહેશે.