ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 3 ઑક્ટોબર 2021 (15:43 IST)

વિધાનસભા પેટાચૂંટણી પરિણામ LIVEઅખિલેશ યાદવે મમતા બેનર્જીને અભિનંદન પાઠવ્યા

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 30 સપ્ટેમ્બરની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બંગાળની હાઇ પ્રોફાઇલ સીટ ભવાનીપુર સહિત 3 વિધાનસભાઓમાં TMC અને BJP વચ્ચે સીધી લડાઈ છે. TMC ચીફ મમતા બેનર્જી પોતે ભવાનીપુરથી મેદાનમાં છે. જો મમતા ચૂંટણી જીતશે તો તે મુખ્યમંત્રી પદ પર બની રહેશે. જો અહીં કોઈ મોટી ઉથલપાથલ થાય તો મમતાએ મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડશે.

 

03:42 PM, 3rd Oct
મત ગણતરીના રુઝાન વચ્ચે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે મમતા બેનર્જીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આ મમતા દીદીની જે જીત છે, તે સત્યમેવ જયતેની રીત છે.

03:17 PM, 3rd Oct
ભાજપની પ્રિયંકા ટિબરેવાલ 58 હજાર મતથી હારી છે. ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે પોતાની હાર સ્વીકારી લીધી છે અને મમતાને તેમની જીત માટે અભિનંદન આપ્યા છે

03:16 PM, 3rd Oct
ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે પોતાની હાર સ્વીકારીને કહ્યું કે હું હાર સ્વીકારું છું, પણ હું કોર્ટમાં નથી જય રહી, પણ તે લોકો કહી રહ્યા હતા કે મમતા 1 લાખ મતથી જીતી જશે, પરંતુ તેમને લગભગ 50 હજાર મત મળ્યા છે.

10:59 AM, 3rd Oct
મમતા બેનર્જી આગળ
મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. મમતા બેનર્જી ભાજપની પ્રિયંકાથી 4600 મતથી આગળ ચાલી રહ્યા છે. CM મમતા બેનર્જી પોસ્ટલ મતોની ગણતરીમાં ભવાનીપુરથી આગળ છે.

10:21 AM, 3rd Oct
ભવાનીપુરમાં સૌથી ઓછું મતદાન થયું હતું
ચૂંટણી પંચ અનુસાર, ભવાનીપુરમાં 53.32 ટકા મતદાન થયું. આ સિવાય મુર્શીદાબાદ જિલ્લાના જંગીપુરમાં 76.12 ટકા લોકોએ મતદાન કર્યું હતું, જ્યારે સંસેરગંજમાં 78.60 ટકા લોકોએ મતદાન કર્યું હતું. ભવાનીપુરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.