મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2024 (16:05 IST)

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

Blast near PVR Theater
Blast near PVR Theater
 Delhi Crime News,  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રોહિણી સ્થિત પ્રશાંત વિહાર વિસ્તારમાં આજે ફરી વિસ્ફોટ થયો. ઘટના પીવીઆર થિયેટર પાસે સવારે બની છે વિસ્ફોટથી વિસ્તારમાં દહેશત ફેલાય ગઈ.  રિપોર્ટ મુજબ ઘટના પાર્કની બાઉંડ્રી વોલ પાસે થઈ. જોકે તેનાથી કોઈપણ પ્રકારના જાનમાલનુ નુકશાન થયાની હાલ સૂચના નથી. ઘટનાસ્થળ પર સફેદ પાવડર ફેલાયો હતો. જેની પોલીસ તપાસ કરી રહી છે.  
 
અગ્નિશમન વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે સૂચના મળ્યા પછી તરત જ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોચી. પછી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાચ, સ્પેશલ સેલ અને બોમ્બ નિરોધકની ટીમો પણ ઘટનાસ્થળ પર પહોચી. 
 
20 ઓક્ટોબરના રોજ શાળાની નજીક થયો હતો જોરદાર વિસ્ફોટ 
 
ગયા મહિને પણ 20 ઓક્ટોબરે પ્રશાંત વિહારમાં CRPF સ્કૂલની દિવાલ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે આખા શહેરમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં પણ કોઈ જાનહાની થઈ ન હતી. બ્લાસ્ટને જોતા પોલીસે શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું હતું. આ કેસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વિસ્ફોટ દેશી બનાવટના બોમ્બથી થયો હોઈ શકે છે.
 
જો કે, પાછળથી તપાસ રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું કે બ્લાસ્ટ સળગતી સિગારેટના બટને કારણે થયો હોઈ શકે છે. પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક કૂતરાને ચાલતા કોઈએ સિગારેટ ફેંકી દીધી હતી, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ વિસ્ફોટથી નજીકની દુકાનોની દિવાલનો એક ભાગ તૂટી ગયો હતો. આ ઉપરાંત નજીકમાં પાર્ક કરેલી કેટલીક કારને પણ નુકસાન થયું હતું. વિસ્ફોટ એકદમ જોરદાર હતો.