સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 જાન્યુઆરી 2017 (11:38 IST)

અરવલ્લીની આદિવાસી વિસ્તારની બે બહેનો તિરંદાજીમાં રાષ્ટ્રકક્ષાએ ઝળકી

અરવલ્લી જિલ્લાના લુસડીયા હાઇસ્કુલની બે વિદ્યાર્થીનીઓ એ તીરંદાજીની રમતમાં રાષ્ટ્ર કક્ષાએ ચાર વખત ગોલ્ડમેડલ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશને મેડલ અપાવવાની ખેવના સાથે જિલ્લા રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા શામળાજી પાસે નાના કંથારીયા ગામે ખુબજ ગરીબ પરિવારમાં જન્મેલી પિનલ સુવેરા અને અર્ચના સુવેરા બંને સગી બહેનો પોતાના ગામથી ત્રણ કિલોમીટર દૂર આવેલા લુસડીયા ગામે અભ્યાસ કરે છે બંને દીકરીઓના પિતા આસપાસ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે રોડથી 2 કિલોમીટર દૂર પહાડી વિસ્તાર માં એક કાચા મકાન માં આખો પરિવાર રહેછે અર્ચના ધોરણ 12 માં અભ્યાસ કરેછે જયારે પિનલ ધોરણ 10 માં અભ્યાસ કરેછે બંને દીકરીઓ પોતાની માતૃ શાળામાં તીરંદાજીની રમત માટેનો કેમ્પ આવ્યો હતો. તેમાં તીરંદાજીની તાલીમ લેવા લાગી ધીરે ધીરે તાલીમ દરમિયાન આ રમત પર તેમનો લગાવ વધવા લાગ્યો અને તીરના નિશાનમાં સફળ થતા ગયા જેથી સ્કુલ સંચાલકો દ્વારા બંને બહેનો માટે રાજસ્થાનથી કોચ બોલાવી વધુ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.કોચની તાલીમના ફળ સ્વરૂપે બંને બહેનો રાજ્ય કક્ષાએ ખુબજ સફળ થઇ મોટી બહેન અર્ચના નેશનલ લેવલે આર્ચરીની રમત માટે પસંદ થઇ અને મહારાષ્ટ્ર ખાતે બે વખત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાત અને શાળાનું નામ રોશન કર્યું. તેવી જ રીતે તેની નાની બહેન પિનલે પણ પોતાની તીર ચલાવવાની હોશિયારીથી રાજ્ય કક્ષાએ સિદ્ધિ હાંસલ કર્યા પછી રાષ્ટ્ર કક્ષાએ પસંદ થઇ અને મધ્યપ્રદેશ ખાતે આર્ચરીની રમતમાં ખુબ સારો દેખાવ કરી ચાર-ચાર વખત સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી ગુજરાત અને અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે હજુ પણ જો બંને બહેનોને સરકારમાંથી કે અન્ય કોઈ રીતે પૂરતી મદદ મળે તો વિશ્વ કક્ષાએ આ રમતને લઇ જઇ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરવા માગે છે