ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2023 (18:28 IST)

Joint Pain - ચોમાસાની ઋતુમાં સાંધાનો દુઃખાવો વધી ગયો છે તો તરત જ અપનાવો આ 7 ઉપાય અને રાહત મેળવો

Arthritis Pain Treatment : વરસાદની ઋતુમાં સાંધાનો દુખાવો વધુ પરેશાન કરે છે. આ એક એવો દુખાવો છે, જે શરીરના કોઈપણ સાંધા પર થઈ શકે છે. સામાન્ય રીતે તે હાથ, ઘૂંટણ, હિપ્સ અને કરોડરજ્જુમાં વધુ તકલીફ કરે છે. સંધિવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં આનુવંશિકતા, વૃદ્ધાવસ્થા, ઈજા થવી, સંક્રમણ, વધતુ વજન અને ધૂમ્રપાનનો સમાવેશ થાય છે. જો સાંધાનો દુખાવો તમને ચોમાસામાં વધુ પરેશાન કરે છે, તો 7 ઉપાયો તમને આ દુઃખાવામાં (Arthritis Pain Treatment in Monsoon) તરત જ રાહત આપવાનું કામ કરશે. 
 
ચોમાસામાં સાંધાના દુઃખાવાથી રાહત મેળવવાના 7 ઉપાય  
 
હંમેશા એક્ટિવ રહો
જો તમે ચોમાસામાં આર્થરાઈટિસના દુખાવાથી પરેશાન છો તો નિયમિત કસરત કરો. તેનાથી શરીર લચીલું બનશે અને સંધિવાના દુખાવામાં રાહત મળશે. ભેજવાળી સ્થિતિમાં કામ કરવાનું ટાળો.
 
વજન પર કંટ્રોલ કરો
જો તમારુ વજન વધુ હશે તો સંધિવાનો દુખાવો વધી શકે છે. વધુ પડતા દબાણને કારણે આ દુખાવો વધી શકે છે. સાંધા પર દબાણ ઘટાડવા માટે, વજન નિયંત્રણ પર ધ્યાન આપવું જોઈએ.
 
આહાર સ્વસ્થ રાખો
આર્થરાઈટીસના દુખાવામાં રાહત આપવામાં સ્વસ્થ આહાર ખૂબ જ અસરકારક છે. તેથી, ખોરાકમાં ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓછી ચરબીવાળા પ્રોટીનનો ચોક્કસપણે સમાવેશ કરો.
 
શરીરને હાઇડ્રેટેડ રાખો
પાણી પીવાથી સાંધાઓમાં ચીકાશ કાયમ રહે છે અને તેમને કઠોર બનતા અટકાવે છે. જેના કારણે આર્થરાઈટીસનો દુખાવો ઓછો થાય છે અને ઘણી હદ સુધી રાહત મળે છે.
 
ગરમ અને ઠંડા કોમ્પ્રેસ
વરસાદની ઋતુમાં સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા માટે, ગરમ અથવા ઠંડા ફોમેન્ટેશન કરો. તેનાથી ઘણી હદ સુધી રાહત મળે છે. કોલ્ડ કોમ્પ્રેસ અથવા આઈસ પેકનો ઉપયોગ પણ ખૂબ ફાયદાકારક છે.
 
યોગ, ધ્યાન કરો 
હેલ્થ એક્સપર્ટના મતે સ્ટ્રેસના કારણે આર્થરાઈટિસનો દુખાવો ઘણી હદે વધી શકે છે. તેથી, યોગ, ધ્યાન અથવા ઊંડા શ્વાસ જેવી આરામની તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી સંધિવાના દુખાવામાં રાહત મળે છે.
 
તમારી દવાઓ લેવાનું ભૂલશો નહીં
જો તમે આર્થરાઈટીસના દુખાવા માટે કોઈ દવા ખાઈ રહ્યા છો અને ડોક્ટરે તેને નિયમિત લેવાની સલાહ આપી છે, તો તેનું પાલન કરો. ડૉક્ટર બનીને ખુદની  સારવાર ન કરો. આનાથી તમે ચોમાસામાં આ દુખાવાથી રાહત મેળવી શકો છો.