શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 4 જૂન 2021 (10:49 IST)

Gold Price Today: 1000 રૂપિયા સસ્તુ થયુ સોનુ, ચાંદીના ભાવમાં 2000 રૂપિયાની થઈ કમી, જાણો આજનો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

સોના-ચાંદી  (Gold-Silver) ની કિમંતોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા સત્રમાં ઝડપી ઘટાડો આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિમંતોમા ફરીથી ઘટાડો નોધાયો. એમસીએક્સ  (MCX)  પર સોનુ વઆયદઆ 0.10% ઘટીને 48,627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયુ, જ્યારે કે ચાંદી  0.21%ના ઘટાડા સાથે 70,663 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. આ ઘટાડા પછી 2 દિવસમાં જ સોનુ 1000 રૂપિયા સસ્તુ થઈ ગયુ. 
 
પાછલા સત્રમાં, ભારતમાં સોનાની દરમાં 2% એટલે કે 950 રૂપિયા પ્રતઇ 10 ગ્રામનો ઘટાડો આવ્યો હતો, જ્યારે કે ચાંદી 2.5% એટલે કે 1800 પ્રતિ કિલોગ્રામ પડી ગઈ હતી. વૈશ્વિક બજારોમાં અમેરિકી બોન્ડમાં ઘટાડો આવ્યા પછી સોનાની દર 2 અઠવાડિયાના નીચલા સ્તર પર આવી ગઈ. અગાઉના સત્રમાં 2% ના ઘટાડા પછી હાજર સોના 0.4% ઘટીને 1,862.68 ડોલર પ્રતિ ઔસ થઈ ગયો. 
 
સોના-ચાંદીના કિમંતો (Gold-Silver Price Today, 4 June 2021) આજે: સોનાના ભાવમાં આજે 0.10% નો ઘટાડો થયો છે, ત્યારબાદ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને રૂપિયા 48,627 પર આવી ગયો છે, જ્યારે કે ચાંદીમાં 0.21% નો ઘટાડો નોંધાયો છે. જેના MCX પર ચાંદી રૂ .70,663 પ્રતિ કિલોગ્રામ પર  ટ્રેડ કરી રહી છે.
 
આજે છે સસ્તુ સોનુ ખરીદવાની તક 
 
આજે પણ આપ સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 ની ત્રીજી સીરીઝ હેઠળ સસ્તામાં સોનું ખરીદી શકો છો. આ યોજના 31 મી મેથી શરૂ કરવામાં આવી હતી અને સતત 5 દિવસ સુધી ચાલશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ગોલ્ડ બોન્ડ સ્કીમની ત્રીજી સીરીઝ માટે ઈશ્યુ પ્રાઈસ રૂપિયા  4,889 પ્રતિ ગ્રામ નક્કી કર્યો છે. ઉલ્લેખનીય છે કે 10 ગ્રામ સોના માટે તમારે 48,890 રૂપિયા ખર્ચ કરવા પડશે.
 
આ રીતે શુદ્ધ કરો શુદ્ધતા 
 
ઉલ્લેખનીય છે કે તમે સોનાની શુદ્ધતા ચેક કરવા માંગો છો તો આ માટે સરકાર તરફથી એક એપ બનાવ્યો છે 'BIS Care app' થી ગ્રાહક  (Consumer) સોના (Gold) ની શુદ્ધતા (Purity) ની તપાસ કરી શકે છે. આ એપ (App) દ્વારા તે ફક્ત સોનાની શુદ્ધતાની તપાસ નહી પરંતુ તેની સાથે જોડાયેલ કોઈપણ ફરિયાદ પણ કરી શકે  છે. આ એપ (App) માં જો સામાનનુ લાઈસેંસ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો જોવા મળે છે તો ગ્રાહક તેની ફરિયાદ તરત જ કરી શકે છે. આ એપ (Gold) દ્વારા તરત જ ગ્રાહકને ફરિયાદ નોંધવાની માહિતી પણ મળી જશે. 
 
અગાઉના વેપારમાં ગ્લોબલ માર્કેટમાં સોનુ પાંચ મહિનાના ઉચ્ચતમ સ્તર પર આવી ગયુ હતુ, પણ આજે અહી પણ ઘટાડો જોવા મળ્યો છે. મજબૂત અમેરિકીએ અઅર્થિક આંકડાએ સોનાની ચમક ફીકી કરી નાખી છે.  મંગળવારે 5 મહિનાની ઊચી સપાટીએ પહોંચ્યા પછી  હાજર સોનું 0.1 ટકા ઘટીને 1,898.58 ડોલર પ્રતિ ઔસ પર હતું.