શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. New Year
  3. New Year 2023
Written By
Last Updated : શનિવાર, 31 ડિસેમ્બર 2022 (19:21 IST)

Welcome New Year 2023: નવા વર્ષના પહેલા દિવસે કરી લો આ ઉપાય, ભાગ્ય આપશે તમારો સાથ

New Year Upay 2023 : નવા વર્ષના આગમનને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો નવા વર્ષની નવી આશાઓને સાથે લઈને બેસ્યા છે. દરેક કોઈ ઈચ્છે છે કે તેમનો આવનારુ વર્ષ સુખ સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે. કહેવાય છે કે નવા વર્ષમાં કરવામાં આવેલા કાર્ય આખુ વર્ષ શુભ ફળ આપે છે. જો તમે ઈચ્છો છો કે તમારુ આવનારુ નવુ વર્ષ જીવનમાં શુભ ફળ લઈને આવે તો આજે અમે તમને બતાવીશુ એવા કેટલાક ઉપાય જેને કરવાથી તમને આખુ વર્ષ શુભ ફળ મળશે અને તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ રહેશે. 
 
નવા વર્ષના પહેલા દિવસે કરો આ ઉપાય, મળશે શુભ ફળ 
 
1. નવા વર્ષના પહેલા દિવસે ખરીદો શંખ - હિન્દુ ધર્મમાં શંખનુ વિશેષ મહત્વ  છે. ધાર્મિક અનુષ્ઠાનોમાં શંખનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન 14 રત્નોની પ્રાપ્તિ થઈ હતી. જેમાથી એક શંખ છે. ત્યા માતા લક્ષ્મી વાસ કરે છે. એ ઘરમાંથી બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે. તેથી ઘરમાં નવા વર્ષના પહેલા દિવસે શંખ જરૂર ખરીદો. 
 
 2. ભગવાન ગણેશની મૂર્તિ ખરીદો 
ભગવાન ગણેશને વિધ્નહતા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજાની શરૂઆત ભગવાન્ન ગણેશના નામ સાથે થાય છે.  તેથી તમે નવા વર્ષના પહેલા દિવસે ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લઈ આવો. તેમની વિધિપૂર્વક પૂજા કરો. તેનાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિનો વાસ રહેશે. 
 
3. તુલસીનો છોડ લગાવો 
મા તુલસીનુ સનાતન ધર્મમાં સૌથી વિશેષ મહત્વ છે. મા તુલસીને સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો મા તુલસીની પૂજા અને આરતી નિયમિત રૂપથી કરવામાં આવે તો ઘરમાં ક્યારેય નકારાત્મકતા આવતી નથી. હંમેશા ઘરમાં શુભ અને મંગલનુ આગમન થાય છે. તેથી નવા વર્ષના પહેલા દિવસે તુલસીનો છોડ જરૂર લગાવો.