શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (12:30 IST)

Rain in Gujarat Live update - ગુજરાતમાં મેઘતાંડવ, 198 તાલુકામા ધોધમાર વરસાદ, આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકા તાલુકામાં 20 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, ડાંગ, વલસાડ તેમજ અમદાવાદમાં 1થી 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવા આવી છે. જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવવા CM ભૂપેન્દ્ર પટેલ 12.30 વાગ્યે જશે.
- રાજ્યના 207 જળાશયમા પાણીનો 62.26% જથ્થો
- સરદાર સરોવરમાં 52.41% જથ્થો
- સૌરાષ્ટ્રના 141 ડેમમાં 51.33% જથ્થો
 
- કચ્છના 20 ડેમમાં 23.94% જથ્થો 
- દક્ષિણ ગુજરાતના13 ડેમમાં 88.95% જથ્થો 
-મધ્ય ગુજરાતના 17 ડેમમાં 49.39% જથ્થો
- ગુજરાતના 15 ડેમમાં 27.98% જથ્થો
- અમરેલી-જાફરાબાદની બોટ દરિયામાં ફસાઈ
- 7 માછીમાર સાથેની બોટનું એન્જિન ખરાબ થતા દરિયામાં ફસાઈ
- દરિયામાં ભારે વરસાદ અને કરંટના કારણે વાયલેસ બંધ થતા બોટ સંપર્ક વિહોણી

12:18 PM, 14th Sep
- ગોંડલ માં વહેલી સવારે 2 ઈચ વરસાદ, ગોંડલ ઉમવાડા અંડર બ્રિજ નીચે વરસાદી પાણી ભરાતા સ્વિમિંગ પુલ ના દ્રશ્યો સર્જાયા

- જામકંડોરણા ના ગોંડલ રોડ પર આવેલાં ફોફળ પુલમાં ભારે વરસાદ થી ગાબડું પડતાં અવરજવર બેરીકેટર ગોઠવી દેવામાં આવ્યાં

12:07 PM, 14th Sep
- ગુજરાતમાં વરસાદની અસર STના રૂટ ઉપર થઈ : GSRTCએ 33 જિલ્લાના 55 રૂટ બંધ કર્યા, ભાવનગરના 5, બોટાદના 2, જૂનાગઢના 11, જામનગરના 30, દ્વારકાના 7 સહિત કુલ 55 રૂટ હાલ બંધ

- ગોંડલ ઉમવાડા અંડર બ્રિજ નીચે વરસાદી પાણી ભરાતા સ્વિમિંગ પુલ ના દ્રશ્યો સર્જાયા

12:06 PM, 14th Sep
રાજકોટના ન્યારી ડેમના 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા : આજી ડેમ પણ આજે છલકાઈ જવાની તૈયારીમાં