શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. ગણતંત્ર દિવસ
Written By વેબ દુનિયા|

ગણતંત્રનો આધાર છે ગુણતંત્ર

ND
N.D
ભારતની આઝાદી 15 ઓગસ્ટ 1947 બાદ કેટલીયે વખત સંશોધન કરવા પશ્વાત ભારતીય બંધારણને અંતિમ રૂપ આપવામાં આવ્યું જે 3 વર્ષ બાદ એટલે કે, 26 નવેમ્બર 1950 ના રોજ આધિકારિક રીતે ઉજવામાં આવ્યો ત્યારથી 26 જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવતા આવ્યાં છીએ. આ વખતે આપણે 61 મો ગણતંત્ર દિવસ ઉજવીશું.

ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થાએ કેટલાયે ઉતાર-ચડાવ જોયા છે અને આ દરમિયાન લોકોમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ પ્રત્યે અસંતોષ પણ વ્યાપ્ત થાય છે. અસંતોષના કારણે ભ્રષ્ટ શાસન અને પ્રશાસન તથા રાજનીતિનું અપરાધિકરણ રહ્યું. ભારતમાં ઘણા એવા વ્યક્તિ અને સંગઠન છે જે ભારતીય બંધારણ પ્રત્યે શ્રદ્ધા રાખતા નથી.

વ્યર્થ છે અસંતોષ : આ અશ્રદ્ધાના કારણે આપણું બંધારણ ક્યારેય ન રહ્યું. માઓવાદી જેવા પૂર્વોત્તરના અન્ય સંગઠન આજે પણ જો સક્રિય છે તો તેનું કારણ માત્ર એટલું જ છે કે, ભ્રષ્ટ અને ગેર જવાબદાર રાજનીતિજ્ઞો અને ગુનેગારોને પગલે તેમનો લોકતંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે પરંતુ સમજાવવા જેવી વાત એ છે કે, લાદવામાં આવેલી વ્યવસ્થા અને તાનાશાહ ક્યારેય પણ દુનિયામાં વધુ સમય સુધી ચાલી શક્યાં નથી. માન્યું કે, લોકતંત્રમાં કેટલીયે ખામી હોય છે પરંતુ તાનાશાહી અથવા ધાર્મિક કાયદાની વ્યવસ્થા વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર છીનવી લે છે એ પણ આપણે જોયું છે કે, જર્મન અને અફઘાનિસ્તાનમાં શું થયું તે આપણે જાણીએ છીએ. સોવિયટ સંઘ કેમ વિખેરાઈ ગયું એ પણ કહેવાની વાત નથી. ભવિષ્યમાં આપ ચીનને પણ વિભાજીત થતું નિહાળશો.

ND
N.D
લોકતંત્રને પરિપક્વ થવા દો : અમને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ હોવાનો ગર્વ છે. અમારું લોકતંત્ર ધીરે-ધીરે પરિપક્વ થઈ રહ્યું છે. આપણે પહેલાથી પણ વધુ સમજતાર થતા જઈ રહ્યાં છીએ. ધીરે-ધીરે અમે લોકતંત્રની અહેમિયત સમજવા લાગ્યાં છીએ. માત્ર લોકતાંત્રિક વ્યવસ્થામાં જ વ્યક્તિ ખુલીને જીવી શકે છે. સ્વયંના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે છે અને પોતાની તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે. જે લોકો એમ વિચારે છે કે, આ દેશમાં તાનાશાહી હોવી અથવા કટ્ટર ધાર્મિક નિયમ હોવા જોઈએ તેઓ એ જાણતા નથી કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શું થયું. ત્યાંની જનતા હવે ખુલીને જીવવા માટે તરસી રહી છે. આ માત્ર નામ માત્રના જ દેશ છે.

લોકતંત્ર બનશે ગુણતંત્ર : આપણો સમાજ પરિવર્તિત થઈ રહ્યો છે. મીડિયા જાગ્રત થઈ રહ્યું છે. જનતા પણ જાગી રહી છે. યુવા સમજણશક્તિનો વિકાસ થઈ રહ્યો છે. શિક્ષાનું સ્તર વધી રહ્યું છે. ટેક્નોલોજી સંબંધી લોકોની ફોજ વધી રહી છે. આ બધાને પગલે હવે દેશના રાજનીતિજ્ઞ પણ સર્તક થઈ ગયાં છે. વધુ સમય સુધી શાસન અને પ્રશાસનમાં ભ્રષ્ટાચાર, અપરાધ અને અયોગ્યતા નહીં ચાલી શકે તો આપણો ભવિષ્યનો ગણતંત્ર ગુણતંત્ર પર આધારિત થશે, એટલા માટે કહો, ગણતંત્રની જય હો...