શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. ગુડબાય 2010
Written By વેબ દુનિયા|

સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્ક - ટ્વિટર

W.D
ટ્વિટર સેવા ઈંટરનેટ પર વર્ષ 2006માં શરૂ કરવામાં આવી હતી અને પોતાની શરૂઆત થયા પછી ટેક-સેવી ગ્રાહકો, ખસ કરીને યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય થઈ ચુકી છે. ટ્વિટર એક મુક્ત સામાજીક નેટવર્ક અને સૂક્ષ્મ બ્લોગિંગ સેવ છે, જે પોતાના ઉપયોગકર્તાઓને પોતાની નવીનતમ માહિતીઓ, જેણે ટ્વીટ્સ કહે છે, એકબીજાને મોકલવા અને વાંચવાની સુવિદ્યા આપે છે. યુઝર્સ ટ્વિટર વેબસાઈટ કે એસએમએસના માધ્યમથે પણ ટ્વિટ્સ મોકલી શકે છે અને મેળવી શકે છે.

ઈંટરનેટ પર આ સેવા મફત પૂરી પાડવામાં આવે છે, પરંતુ એસ.એમ.એસના ઉપયોગ માટે ફોન સેવા લેનારને ચાર્જ આપવો પડી શકે છે. ટ્વિટરનુ મુખ્ય કાર્ય એ ખબર રાખવાનુ હોય છે કે કોઈ નિશ્ચિત વ્યક્તિ કોઈ સમયે શુ કાર્ય કરી રહ્યો છે. આ માઈક્રો-બ્લોગિંગને જેમ હોય છે, જેન પર યુસર્સ વિસ્તાર વગર પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. આમ પણ ટ્વિટર પર માત્ર 140 શબ્દોમાં જ વિચાર વ્યક્ત થઈ શકે છે.

N.D
આ વર્ષે ટ્વિટર દ્વારા સાથે ઘણી જાણીતી વ્યક્તિઓ જોડાઈ, જેમા સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને વિજય માલ્યાનો સમાવેશ છે. જો કે આજે પણ ટ્વિટર પર સૌથી મોટા સ્ટાર શશિ થરૂરને જ માનવામાં આવે છે. તેમને ફોલો કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે. આ બાબતે બીજા ક્રમાંકે લલિત મોદી આવે છે.

આમ તો આ ઘણા મોટા સ્ટાર વચ્ચે લડાઈનુ કારણ પણ બન્યુ છે. અહી લેખિકા શોભા ડે અને અરબાઝ ખાન વચ્ચે શબ્દોના ખૂબ તીર ચાલ્યા હતા. અભિષેક બચ્ચને પણ તેમના અભિનયની પ્રતિભાને લઈને એડ ગુરૂ પ્રહલાદ કક્કડની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી.