શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ , શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (19:12 IST)

બજેટથી બજાર ઉંચકાયું !

રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં રજુ કરેલ રેલવે બજેટને પગલે શેર બજારમાં વધારો નોંધાયો હતો. શેર બજાર 1.78 ટકા એટલે કે 168.91 પોઇન્ટ વધીને બજાર 9634.74 બંધ થયું હતું. સેંસેક્સ ઉપર 9694 અને નીચે 9446 પોઇન્ટ ગયું હતું.

શેરબજારમાં આજે મેટલ, કેપિટલ ગુડ્ઝ અને ઓટો શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી તો ફાર્મા શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ 55.30 પોઇન્ટનો વધારા સાથે 2948.35 રહ્યો હતો.