રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (09:31 IST)

યુક્રેનમાં ફસાયેલા વડોદરાના છાત્રો માટે ખાસ હેલ્પ લાઈન નંબર જાહેર

પ્રવર્તમાન પરિસ્થિતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા છાત્રો માટે વિશેષ હેલ્પ લાઈન જાહેર કરવામાં આવી હોવાનું કલેકટર અતુલ ગોરે જણાવ્યું છે. બિન નિવાસી ગુજરાત પ્રભાગ દ્વારા પણ આ માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે.  
 
તેમણે કહ્યું કે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના નંબર્સ +911123012113,+911123014104, +911123017905, 1800118797 છે. સાથે જ [email protected] પર ઇ-મેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર [email protected] મેઈલ કરી શકાશે. 
 
ગુજરાત રાજ્ય બિન - નિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.