ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (15:48 IST)

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, યુક્રેનમાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓ અટવાયા છે.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, યુક્રેનમાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓ અટવાયા છે. આ વિદ્યાર્થીઓ આજે ફ્લાઇટમાં દિલ્હી આવવાના હતાં. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે હુમલાની સ્થિતિને કારણે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી.

જેથી તમામને બસમાં પરત તેમની યુનિવર્સિટી લઇ જવામાં આવ્યા છે. યુક્રેનમાં અટવાયેલા વડોદરાના  આ ચાર વિદ્યાર્થીઓના નામ અદિતી, વિશ્વા, મહાવીર સિંહ અને દેવ શાહ છે. ભારતના વિદેશ મંત્રાલય અને એમ્બેસીને આ વિદ્યાર્થીઓ વિગત આપવમાં આવી  છે.