શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (17:08 IST)

પુતિનનું યુક્રેનમાં 'મિલિટરી ઑપરેશન'નું એલાન, બન્ને દેશના વિદ્રોહી વિસ્તારોમાં સંભળાયા વિસ્ફોટના અવાજો

પુતિને પૂરજોશમાં ઘૂસણખોરી શરૂ કરી: યુક્રેનનાં વિદેશમંત્રી
યુક્રેનનાં વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પુતિને પૂરજોશમાં યુક્રેનમાં ઘૂસણખોરી શરૂ કરી છે.
 
તેમણે આગળ લખ્યું કે, પુતિનને ડર છે કે યુક્રેન ખુદનો બચાવ કરશે અને સમગ્ર વિશ્વ પુતિનને રોકશે.
 
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે, સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનનાં રાજદૂતે કહ્યું કે, રશિયાનાં સંયુક્ત રાષ્ટ્રનાં પ્રતિનિધિએ પુષ્ટિ કરી છે કે, તેમના રાષ્ટ્રપતિએ અમારા દેશ વિરુદ્ધ યુદ્ધ જારી કર્યું છે.

રશિયા અને યુક્રેન સુધી કઈ રીતે પહોંચી ગયાં ?

રશિયાએ તેના જ પાડોશી રાષ્ટ્ર યુક્રેન પર સૈન્યકાર્યવાહીની જાહેરાત કરી છે. યુક્રેનની સરહદ પર તૈનાત લગભગ એક લાખ રશિયન સૈનિકોએ આગેકૂચ શરૂ કરી છે. આ પૂર્વે પુતિને યુદ્ધની સંભાવનાઓ યુક્રેનના બે અલગાવવાદી વિસ્તારોને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો જાહેર કર્યો હતો.