રવિવાર, 17 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: શનિવાર, 12 માર્ચ 2022 (16:57 IST)

Russia-Ukriane War: રશિયાનો યૂક્રેનની મસ્જિદ પર મોટો હુમલો, બાળકો સહિત 80 લોકો હતા હાજર, અનેક તુર્કી નાગરિક પણ સામેલ

યૂક્રેન(Ukraine)ની સરકારે કહ્યુ છે કે રૂસ(Russia)ના સૈનિકોએ મારિયુપોલ શહેર(Mariupol City)ની એક મસ્જિદને નિશના બનાવુ છે જેમા 80થી વધુ લોકો રોકાયા હતા. જો કે સરકાર તરફથી રજુ નિવેદનમાં ઘાયલ લોકોની સંખ્યાને લઈને તત્કાલ કોઈ માહિતી આપવામાં આવી નથી. આ પહેલા તુર્કીમા આવેલ યૂક્રેની દૂતાવાસે માહિતી આપી કે રશિયા તરફથી ચાલી રહેલ હુમલા વચ્ચે મારિયુપોલમાં ફસાયેલા 86 તુર્કી નાગરિકોના સમૂહ જેમા 34 બાળકો સામેલ છે. ત્યાથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. દૂતાવાસની એક પ્રવક્તાએ મારિયૂપોલના મેયરના હવાલે આ માહિતી આપી છે. 
 
તેમણે કહ્યું કે મારીયુપોલમાં કોઈની સાથે સંપર્કમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. યુક્રેનનો આરોપ છે કે રશિયા મેરીયુપોલમાં ફસાયેલા લોકોને શહેર છોડવા દેતું નથી. તેણે શહેરને ચારે બાજુથી બંધ કરી દીધું છે, જેના કારણે હજારો લોકો ત્યાં ફસાયેલા છે. લોકોના અસુરક્ષિત સ્થળાંતર પાછળ યુક્રેનની નિષ્ફળતા  છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, "મારીયુપોલમાં સુલતાન સુલેમાન અને તેની પત્ની રોકસોલાના (હુર્રમ સુલતાન)ની મસ્જિદને રશિયન આક્રમણકારો દ્વારા નિશાન બનાવવામાં આવી છે."
 
ગોળીબારથી બચવા લોકો છુપાઈ ગયા હતા
મંત્રાલયે જણાવ્યું હતું કે, 80 થી વધુ વયસ્કો અને બાળકો તોપમારોથી બચવા માટે મસ્જિદમાં છુપાયેલા હતા. આમાં તુર્કીના નાગરિકોનો સમાવેશ થાય છે.' પરંતુ આમાંથી કેટલાના મોત થયા છે અને કેટલા ઘાયલ થયા છે. આ માહિતી હજુ આપવામાં આવી નથી. રશિયા જે કંઈ પણ કરી રહ્યું છે, તે હુમલાનું નામ આપ્યા વગર તેને સૈન્ય કાર્યવાહી ગણાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ માત્ર સૈન્ય વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. રશિયાએ એવા વિસ્તારોમાં પણ હુમલો કર્યો છે જ્યાં નાગરિકો રહે છે.