જાણો નરેન્દ્ર મોદીએ ત્રિચિના ભાષણમાં શુ શુ કહ્યુ ...
ભોપાલની વિશાળ રેલી પછી આજે નરેન્દ્ર મોદી તમિલનાડુમાં વિશાળ લાલકિલ્લાના પ્રતિકૃતિ રૂપે બનાવેલ સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા છે.. રજૂ છે તેમના મુખ્ય અંશ -
-
હું તમારો ખૂબ ખૂબ આભારી છુ, આ યુવા શક્તિનો હુ ખૂબ ખૂબ આભારી છુ, હુ તમે મુઠ્ઠીવાળીને વંદેમાતરમ બોલો અને આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપો. -
આ પરિવર્તનની આંધી જોવા મળી રહી છે. આ નવયુવાનોની તાકત દિલ્હીને ઠેકાણે લગાવીને રહેશે તે હુ જોઈ રહ્યો છુ -
હુ તમિલનાડુમાં પહેલા પણ આવ્યો પણ મે આ પહેલા આટલી વિશાળ જનસભા ક્યારેય નથી જોઈ. હુ કહીશ કે આની પાછળ એક એક બ્રિઝ છે અને આ બ્રિજની પાછળ છે એક ગ્રાઉંડ. આ બ્રિજની પેલે પાર હજારો યુવાનો એવા પણ બેસ્યા છે જેઓ નથી મને જોઈ શકતા કે નથી હુ તેમને જોઈ શકતો હુ એ યુવાનોની ક્ષમા માંગુ છુ કે મેદાન નાનુ પડી ગયુ પણ અમારુ દિલ નાનુ નથી અમારા દિલમાં તેમને માટે કાયમ સ્થાન રહેશે.