બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Modified: બુધવાર, 7 ઑગસ્ટ 2024 (15:36 IST)

વીનેશ ફોગાટના ઑલિમ્પિકમાંથી બહાર થવા પર શું બોલ્યા અમિત શાહ અને સાક્ષી મલિક

પેરિસ ઑલિમ્પિકના ફાઇનલ મુકાબલામાંથી બહાર થવા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રતિક્રિયા આપી છે.
 
અમિત શાહે ટ્વીટ કર્યું, “ઑલિમ્પિકમાં વીનેશ ફોગાટના બહાર જવાથી નિશ્ચિતરૂપે લાખો ભારતીયોની આશા તૂટી છે.”
 
અમિત શાહે વધુમાં લખ્યું, “તેમની રમત શાનદાર રહી છે. જેમાં તેમણે વિશ્વ ચૅમ્પિયનને હરાવવાનું ગૌરવ મેળવ્યું છે. આ દુર્ભાગ્ય એક અપવાદ છે. મને આશા છે કે તેઓ ફરીથી જીત હાંસલ કરશે અને હંમેશાની માફક વિજેતા બનશે.”
 
 
વીનેશ ફોગાટના અયોગ્ય જાહેર થવા પર શું બોલ્યાં સાક્ષી મલિક
વીનેશ ફોગાટના પેરિસ ઑલિમ્પિકમાં કુશ્તી ઇવેન્ટમાં અયોગ્ય જાહેર થવા મામલે પ્રતિક્રિયાઓ આવવાની ચાલુ જ છે.
 
વીનેશ ફોગાટના બહાર જવા પર સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યું, “મારું હ્રદય ગભરાયેલું છે અને પરેશાન છે.”
 
તેમણે કહ્યું કે વીનેશ માટે જે થયું છે તે કલ્પનાથી બહાર છે. આ કદાચ ઑલિમ્પિકમાં કોઈ પણ ભારતીય ખેલાડી સાથે થયેલી સૌથી વિનાશકારી ઘટના છે.
 
તેમણે વધુમાં કહ્યું, “આપણે વિચારી પણ ન શકીએ કે તેઓ કયા સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. જો સંભવ હોત તો હું મારો ચંદ્રક તેમને આપી દેત.”